- દિવાળીના તહેવારોમાં પણ 108 કર્મચારીઓ સેવા માટે કાર્યરત
- 108 ઇમર્જન્સી સર્વિસ સતત ખડે પગે
- દિવાળીના દિવસોમાં થયેલ કાર્યક્રમો
છોટાઉદેપુર: 108 ઇમર્જન્સી સેવા (108 emergency service ) સતત 24/7 કાર્યરત નિઃશુલ્ક સર્વિસ છે, જે ગુજરાતના નાગરિકોને સમય-સર 108 એમ્બ્યુલન્સમાં દર્દીને સારવારની સાથે સાથે દર્દીને હોસ્પિટલમાં ખસેડવાની સુવિધા પુરી પાડવા સતત કાર્યરત રહે છે, દિવાળી જેવા મોટા તહેવારમા જયારે બધા નાગરિકો પોતાના ઘરે પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારો ઉજવે છે, ત્યારે 108ના બધા કર્મચારીઓએ ફરજ પર હાજર રહી ફરજના સ્થળ પર રંગોળી બનાવી, તેમજ દિવાળીના દિવસે ફરજ પર જ ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી હતી.
દેશના લોકો દિવાળીના તહેવારોમાં વ્યસ્ત, તો 108 કર્મચારીઓ સેવા માટે કાર્યરત 108 ઇમર્જન્સી સર્વિસ સતત ખડે પગે
દિવાળી, નવું વર્ષ અને ભાઈ બીજ જેવા મુખ્ય તહેવારના દિવસોમાં લોકો ખરીદી માટે તેમજ સગા સંભંધીને મળવા માટે મુસાફરી કરતા હોય છે અને તેવા સમયે પોતાની અથવા અન્યની ભૂલથી અકસ્માતો સર્જાય છે, આવી પરિસ્થિતિઓને પોહચી વળવા માટે 108 ઇમર્જન્સી સર્વિસ સતત ખડે પગે રહી લોકોના જીવ બચાવ્યા હતાં.
ઇમર્જન્સી કેસોમાં પણ વધારો
ચાલુ દિવસો કરતા અકસ્માતના (વાહન સાથે / વાહન સિવાય )કેસોમાં વધારો જોવા મળ્યો હતો, તેમજ બીજા ઇમર્જન્સી કેસોમાં પણ વધારો જોવા મળ્યો હતો. દિવાળીના તહેવારમાં પણ રજા લીધા વગર આ નિસ્વાર્થ ભાવનાથી કામ કરતા 108ના કર્મચારીઓને ETV ભારત તરફથી સલામ અને દરેક કર્મચારીનો આભાર કે તેઓ નાગરિકો માટે પોતાના પરિવારથી દૂર રહી લોકોને સેવા પુરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
દેશના લોકો દિવાળીના તહેવારોમાં વ્યસ્ત, તો 108 કર્મચારીઓ સેવા માટે કાર્યરત દિવાળીના દિવસોમાં થયેલ કાર્યક્રમો
તમામ કર્મચારીઓને મીઠાઈઓ વહેંચી મોઢું મીઠું કરવામાં આવ્યું
રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
દિવાળીના દિવસે ફટાકડા ફોડી સ્થળ પર જ દિવાળીનો તહેવાર ઉજવાયો
બેસતા વર્ષને દિવસે એમ્બુલન્સની સાફ સફાઈ, પૂજા કરી બેસતુવર્ષ પણ ઉજવવામાંમા આવ્યું
તમામ એમ્બ્યુલન્સ સતત ઇમરજન્સી માટે દોડતી રહે એ મુજબનું આયોજન કરવામાં આવ્યું
આ પણ વાંચો:દિવાળીના તહેવારો બાદ વેકેશનના સમયે સંઘ પ્રદેશ દીવ ફરી પ્રવાસીઓથી ધમધમતું થયું
આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના પરિવાર સાથે નવાવર્ષની ઉજવણી કરી