ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટા ઉદેપુરના પ્રકાશભાઇએ બાગાયતી ખેતી કરી આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી, અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા - પ્રકાશભાઇ રાઠવા

છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂત પ્રકાશભાઇ રાઠવાએ બાગયતી ખેતીમાં આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી અને અને ખેડૂતો માટે પ્રેરણા રૂપ બન્યા હતા. કાકડીની ખેતી કરી ત્રણ મહિનામાં લાખ રૂપિયાનો નફો મેળવ્યો હતો.

છોટા ઉદેપુરના પ્રકાશભાઇએ બાગાયતી ખેતી કરી આર્થિક  સધ્ધરતા પ્રાપ્ત કરી, અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા
છોટા ઉદેપુરના પ્રકાશભાઇએ બાગાયતી ખેતી કરી આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી, અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા

By

Published : Aug 31, 2021, 3:07 PM IST

  • બોડેલીગામના પ્રકાશભાઇ રાઠવા આવક મેળવી જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા
  • વૈવિધ્યપૂર્ણ પાકોની ખેતી કરી સારૂં વળતર મેળવવામાં સફળ
  • પ્રકાશભાઇ રાઠવાના ખેતરની અન્ય ખેડૂતઓેેએ લીધી મુલાકાત

છોટા ઉદેપુર: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ COVID-19ના કપરા કાળમાં પણ ગુજરાત સરકારની ખેડૂતલક્ષી સકારાત્મક નિતિને કારણે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સેગવા સીમળી ગામના પ્રકાશભાઇ રાઠવાએ ઉનાળામાં પોતાની આઠ વિંઘા જમીનમાં બહારથી પીળા અને અંદરથી લાલ એવા વિશાલા અને અંદરથી પીળા રંગના આરોહી તરબૂચની વૈજ્ઞાનિક ઢબે ખેતી કર્યા બાદ ચોમાસામાં જુલાઈ મહિનામાં કાકડીનીં ખેતી કરી બમણી આવક મેળવી જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા છે.

છોટા ઉદેપુરના પ્રકાશભાઇએ બાગાયતી ખેતી કરી આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી, અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા

આ પણ વાંચો:બનાસકાંઠાના પ્રગતીશીલ ખેડૂતની ખેતી સમગ્ર ભારતમાં ફેમસ

બાગાયત નિયામક કૃણાલભાઇ પટેલ સારૂં વળતર મેળવવામાં સફળ

મહદ્અંશે આદિવાસી વસતિ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં નાયબ બાગાયત નિયામક કૃણાલભાઇ પટેલ દ્વારા બાગાયતી ખેતી કરતા આદિવાસી ખેડૂતોને સતત માર્ગદર્શન આપવામાં આવે છે. જેના પરિપાકરૂપે જિલ્લાના આદિવાસી ખેડૂતો પણ વૈવિધ્યપૂર્ણ પાકોની ખેતી કરી સારૂં વળતર મેળવવામાં સફળ થયા છે.

તરબૂચની ખેતી

જિલ્લા બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી આધુનિક ઢબે તરબૂચની ખેતી કર્યા બાદ પ્રકાશભાઇ રાઠવાએ આ ચોમાસા દરમિયાન એક એકરમાં લીલી કાકડી અને સફેદ કાકડીનું આધુનિક પદ્ધતીથી વાવેતર કર્યું છે. વાવેતર કર્યા બાદ 30 દિવસમાં કાકડીનો પાક તૈયાર થઈ જતાં અત્યાર સુધીમાં ત્રણ વખત માર્કેટમાં વેચાણ કર્યું છે. અન્ય ખેડૂતોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જિલ્લાના અન્ય ખેડૂતો પણ પ્રકાશભાઇ રાઠવાના ખેતરની મુલાકાત લઇ માર્ગદર્શન મેળવી રહ્યા છે.

આ પણ વાંચો:એક જ ખેતરમાં 17 પાકનું કર્યું ઉત્પાદન, ખેડૂતની જૂબાનીએ ખેતીની સફળ કહાની...

આ અંગે વાત કરતા પ્રકાશભાઇ રાઠવા જણાવ્યું

આ અંગે વાત કરતા પ્રકાશભાઇ રાઠવા જણાવે છે કે, સામાન્ય રીતે લીલી કાકડીના 20 કિલો નાં 200 રૂપિયા ભાવ મળે છે, જ્યારે સફેદ કાકડી નાં 150 જેટલા ભાવ મળે છે. એક એકર માંથી 700 મણ કાકડીનો પાક ઉતરે છે, 30 ટકા ખર્ચ થતાં ત્રણ મહિનામાં એક લાખ રૂપિયા સુધીનો નફો મળવાનો અંદાજ તેમણે વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે, છોટા ઉદેપુર જિલ્લાના અન્ય ખેડૂતો પણ બાગાયતી ખેતીની સહાય મેળવી ખેતીમાંથી બમણી આવક મેળવી પ્રગતિશીલ ખેડૂત બની આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details