છોટાઉદેપુર : સંખેડા તાલુકાના કાલીટલાવડી ખાતે વડોદરા જિલ્લાની પોલીસ દ્રારા રેડ કરતા જુગાર ધામ પકડાયો હતો. આ રેડમાં 1.55 લાખ રોકડા અને વૈભવી કાર સહિતના વાહનો મળી 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ અને 19 હાઈ પ્રોફાઈલ જુગારિયાઓ પકડાયા હતા. જેમાં સ્થાનિક પોલીસની બેદરકારી બહાર આવી હતી.
છોટાઉદેપુર જિલ્લાના કાલીટલાવડી ખાતે જુગારધામ પકડતા ત્રણ પોલીસ સસ્પેન્ડ - Three policemen suspended in Chhotaudepur
છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાલીટલાવડી ખાતે વડોદરા જિલ્લાની પોલીસ દ્રારા રેડ કરતા જુગારધામ પકડાયો હતો. જેમાં સ્થાનિક પોલીસની બેદરકારી બહાર આવતાં ત્રણ પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
છોટાઉદેપુર
જેના કારણે રેન્જ આઈ.જી એ સંખેડાના પી.એસ.આઈ. જી.એન.પરમાર અને બહદરપુર આઉટપોસ્ટના જમાદાર લક્ષ્મણભાઈ અને બોડેલીના સિ.પી.આઈ આર.કે.રાઠવાને સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત સંખેડાનો ચાર્જ ડી.એમ.વસાવાને અને બોડેલીનો ચાર્જ એલ.સી.બી પી.આઇ ડી.જે પટેલનો સોંપવામાં આવ્યો હતો.