છોટા ઉદેપુરઃ જિલ્લાના ક્વાંટ ખાતે વિશ્વ વિખ્યાત ગેરનો મેળો યોજાયો (Kavant fair 2022) હતો, જેમાં એટલી ભીડ હતી કે પગ મૂકવાની પણ જગ્યા નહતી. આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતો ભાતીગળ મેળો એટલે કવાંટનો ગેરનો (Kavant Fair, Glimpses of Tribal Culture) મેળો. કોરોના માહામારી બાદ આ વર્ષે જિલ્લાના કવાંટ ખાતે (Ger no Melo Kavant) સુપ્રસિદ્ધ અને પારંપરિક ગેરનો મેળો યોજાયો હતો. તેમાં હજારોની સંખ્યામાં આદિવાસી જનમેદની સાથે સહેલાણીઓએ મેળાની રંગત માણી હતી.
આદિવાસીઓ માટે હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો - રાજ્યની સરહદે આવેલો છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી બાહુલ ધરાવતો વિસ્તાર છે. જિલ્લાનો કવાંટ તાલુકો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ રાજ્યોની સરહદે આવેલો છે. ત્યારે અહીં ત્રણેય રાજ્યના આદિવાસીઓની વિશેષ સંસ્કૃતિ પરંપરા અને જીવનશૈલીનો અનોખો સંગમ જોવા મળે છે. આદિવાસીઓમાં હોળી એ સૌથી મોટો અને મહત્વનો તહેવાર મનાય છે. એટલે જ આ પંથકના આદિવાસીઓ વર્ષ દરમિયાન રોજીરોટી માટે રાજ્ય કે દેશના ગમે તે ખૂણે હિજરત કરીને ગયા હોય કે ગમે ત્યાં નોકરી કરતા હોય. નિરક્ષર હોય કે, ઉચ્ચ અભ્યાસ ધરાવતા અધિકારી હોય. સૌ કોઈ પોતાના વતનમાં ફરજિયાત પરત ફરે છે, અને હોળી વિષયક મેળાઓની તૈયારીમાં જોતરાઈ જાય છે.
આ પણ વાંચો-Junagadh Mahashivratri Mela: હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા ધાર્મિક મહત્વ ધરાવે છે બાલ નાગા સંન્યાસીઓ