છોટાઉદેપુર પોલીસે હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કંડા ગામના પતિપત્નીનો કલેશ કરુણ અંજામમાં ( Violence against women ) પરિણમ્યો હતો. પતિ સુરત ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો તો પત્ની બસ કંડકટર તરીકે છોટા ઉદેપુરમાં ફરજ બજાવતી હતી.પત્નીની બસ પાવીજેતપુરના ભીખાપુરા આવી હતી ત્યારે પતિએ બસમાં જ ધોળા દિવસે એસ.ટી બસ કંડકટર પત્નીની ભરબજારે હત્યા (Husband Killed Wife in ST Bus Chhota Udepur ) કરી છે.
આ પણ વાંચો પત્નીની કાતરથી 25 ઘા મારી હત્યા બાદ આટલા બધા શહેરોમાં નાસતો ફરતો આરોપી પતિ રહ્યો
ચાકુથી ગળું કાપી હત્યા કરી મૂળ કંડા ગામના રહેવાસી અને પતિ અમૃત રાઠવા સુરત ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. તો પત્ની મંગીબેન રાઠવા બસ કંડકટર તરીકે ફરજ બજાવતી હતી. પત્ની મંગીબેન રાઠવાની ( Violence against women )ભીખાપુરા ગામે બસમાં બેઠાં હતાં ત્યારે પતિ અમૃત રાઠવાએ ચાકુથી ગળું કાપી હત્યા કરી (Husband Killed Wife in ST Bus Chhota Udepur ) નાખી હતી. ભીખાપૂરા ગામે હત્યાનો બનાવ બનતા લોક ટોળા ઉમટી પડયાં હતાં.
આ પણ વાંચો ભાવનગરમાં પતિએ પત્નીની હત્યા કરી, કારણ સામે આવ્યું એ જાણી ચોંકી જશો
હત્યારા પતિ અમૃત રાઠવાની ધરપકડસમગ્ર ઘટનાની (Husband Killed Wife in ST Bus Chhota Udepur ) જાણ થતા છોટાઉદેપુર પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક મંગીબેન રાઠવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાવીજેતપુર ખસેડી હત્યારા પતિ અમૃત રાઠવાની ધરપકડ (Chhota Udepur Police Arrest Accused of Murder ) કરી હતી. વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસકર્મી દ્વારા પત્નીની હત્યા (Policeman Murdered Wife )કરવાના ખબરથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.