ગુજરાત

gujarat

ETV Bharat / state

Heavy Rain: છોટાઉદેપુરમાં ભારે વરસાદ અને પવનના કારણે ખેડૂતોના પાક નમી ગયાં

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગઈકાલે (બુધવારે) સાંજે પણ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી હતી. જોકે, ભારે પવન આવવાના કારણે ખેડૂતોના પાક નમી ગયા હતા.

Heavy Rain: છોટાઉદેપુરમાં ભારે વરસાદ અને પવનના કારણે ખેડૂતોના પાક નમી ગયાં
Heavy Rain: છોટાઉદેપુરમાં ભારે વરસાદ અને પવનના કારણે ખેડૂતોના પાક નમી ગયાં

By

Published : Oct 7, 2021, 12:44 PM IST

  • છોટાઉદેપુરમાં બુધવારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો
  • ભારે પવન આવવાના કારણે ખેડૂતોના પાક નમી ગયા હતા
  • ખેડૂતોએ તૈયાર કરેલા પાકને બચાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા

છોટાઉદેપુરઃ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળી હતી. ગઈકાલે (બુધવારે) અમાસથી ચોમાસાએ વિદાય લેતો હોય તેમ વરસાદ પડ્યો હતો. નસવાડી તાલુકાનાં ગઢબોરીયાદ વિસ્તારમાં પણ વાવાઝોડાના ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો-નવસારીમાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા, ખેડુતોમાં ચિંતાના વાદળ જોવા મળ્યાં

સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો

જોકે, બપોરના સમયે ભારે ઉકળાટ સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે સાંજનાં સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતાં વીજળીના કડાકા થયા હતા. જોકે, ખેડૂતોએ તૈયાર કરેલા પાકને બચાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. કારણ કે, ભારે પવનના કારણે ખેડૂતોના પાક નમી ગયા હતા.

આ પણ વાંચો-Damage to crops: કચ્છમાં પાછોતરા વરસાદથી બાગાયતી પાકોમાં નુકસાની

વરસાદના કારણે ખેતરમાં ખેડૂતોના પાક નમી ગયા

નસવાડી તાલુકામાં પવન સાથે વરસાદ થતાં ઉભા પાક જેવાં કે કપાસ, તુવેર અને મકાઈના છોડ નમી ગયા હતા. જ્યારે હાલ મકાઈનો પાક તૈયાર હોવાથી મકાઈના ડોડામાં પાણી ભરાઈ જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. અચાનક ભારે ગાજવીજ સાથે વાવાઝોડા અને વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્યા હતા.

ABOUT THE AUTHOR

...view details