છોટા ઉદેપુરઃ નસવાડીના કોલંબા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી (Gram Panchayat Election) યોજવાની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉપસરપંચ પદ માટે સોલંકી જયા સોલંકી અને ખુમાન સોલંકી આમ બે ફોર્મ ભરાયા હતા. ડેપ્યુટી સરપંચ માટે બન્ને ઉમેદવારોને સરખા ચાર ચાર મત મળતાં ટાઈ પડી છે. ટાઈ પડતા ચીઠ્ઠી ઉછાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતું ચીઠ્ઠી ઉછાળવા બાબતે કકળાટ થતાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી (Election of Deputy Sarpanch in Colomba) મુલતવી રાખવામાં આવી છે.
નસવાડીના કોલંબા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ડેપ્યુટી સરપંચના ઉમેદવારોમાં કકળાટ બન્ને ઉમેદવારોને સરખે સરખા મત
કોલંબા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ કહ્યું હતું કે, મારા ત્રણ સભ્યો ચૂંટાયેલા છે. ડેપ્યુટી સરપંચમાં બન્ને ઉમેદવારોને સરખે સરખા ચાર ચાર મત (Tie in the election of Deputy Sarpanch) મળતાં ચૂંટણી અધિકારીએ મને મત આપવાનું જણાવ્યું છે, પરંતુ ડેપ્યુટી સરપંચના ઉમેદવાર જયા સોલંકી વાંધો લેતાં મત આપવા દીધો નથી. ડેપ્યુટી સરપંચના ઉમેદવાર જયા સોલંકી જણાવે છે કે, હરીફ ઉમેદવારના ત્રણ સભ્યો જ ચૂંટાયેલા છે, જયારે મને ચાર મત મળ્યાં છે.
બન્ને ઉમેદવારો વચ્ચે કકળાટ
કોલંબા ગ્રામ પંચાયતની બે-બે પાર્ટીઓના ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં કકળાટ ઊભો થતાં એક જૂથ કહે છે ચૂંટણી કરો અને બીજુ કહે છે ચીઠ્ઠી ઉછાડો જેને લઇને સભ્યો સાથે ચૂંટણી અધિકારી પણ ગ્રામ પંચાયતની બહાર નિકળી ગયા હતા. તેમજ નસવાડી ટીડીઓ (Naswadi TDO) સાથે પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરવી પડી હતી.
ડેપ્યુટી સરપંચની ચૂંટણી મોફૂક
ચૂંટણી અધિકારીએ જણાવ્યુ હતું કે ,ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં બન્ને ઉમેદવારોને સરખે સરખા ચાર ચાર મત મળતાં ટાઇ પડી છે નિયમ મુજબ ચીઠ્ઠી ઉછાળવાની હોય છે, પરંતું ડેપ્યુટી સરપંચ પદ ઉમેદવાર જયા સોલંકી ચિઠ્ઠી ઉછાળવાના નિર્ણયનો વિરોધ કરતાં હાલ પૂરતી ડેપ્યુટી સરપંચની ચૂંટણી મોફૂક (Gram Panchayat elections in Naswadi) રાખી જે હવે ચૂંટણી બાદમાં યોજાશે.
આ પણ વાંચો-નિરંજની અખાડાના મહામંડલેશ્વર અન્નપૂર્ણા ભારતીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન,'જે પણ ગાંધી બનશે, અમે તેને ગોળી મારીશું'
આ પણ વાંચો-CBSE Question Paper :અંગ્રેજીના પ્રશ્નપત્રને લઈને વિવાદને લઈને પ્રિયંકા ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન