- માઈનોર કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનલો ઉભરાઈ
- ખેતરોમાં પાણી ઘુસ્યા
- કેનાલમાંથી પાણીનું વહન થતા ખેડૂતોને ભારે નુકસાન
છોટાઉદેપુરઃ ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તેમજ ખેતીમાં આવક બમણી થાય તે માટે જિલ્લાના બોડેલી તાલુકાના ગણેશવડ ગામ પાસે નર્મદાની કોબા માઇનોર કેનાલનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડાય છે. ત્યારે કેનાલો તો બનાવી દીધી પરંતુ અધિકારીઓની બેદરકારીને લઈ જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલની દેખ રેખ રાખવામાં આવતી નથી. કેનાલો ઓવરફ્લો કે કેનલોમાંથી પાણીનું જમણ થાય છે તેની કાળજી રાખવામાં આવતી નથી. જેને લઈ ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે અને ખેડૂતોના ઊભા પાકને નુકશાન થાય છે. સિંચાઇના પાણીથી લાભ મળવાને બદલે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
ચાર દીવસથી કેનાલનું પાણી ઓવરફ્લો થઈ ખેડૂતોના ખેતર સુધી જતું રહ્યુ
ગણેશવડ વિસ્તારમાથી પસાર થતી કેનાલમાંથી છેલ્લા ચાર દીવસથી કેનાલનું પાણી ઓવરફ્લો થઈ ખેડૂતોના ખેતર સુધી જતું રહ્યુ છે. અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે પરંતું તેમ છતા અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લેવા તૈયાર નથી તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.