છોટાઉદેપુરના માજી સૈનીકો હક અને હિત માટે આંદોલનના મૂડમાં - mood of the movement
છોટાઉદેપુરમાં દેશની રક્ષા માટે જીવન સમર્પણ કરનાર સેવા નિવૃત માજી સૈનિકો અને વીર નારીઓએ પોસ્ટર બેનર અને ડી.જે.સાથે રેલી યોજી પોતાની વિવિધ 14 મુદાઓની માંગણી સાથેનું કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
છોટાઉદેપુર : શહેરમાં સરકાર સામે સરકારના મહેસુલી, આરોગ્ય શિક્ષણ વિભાગ સહિત અનેક વિભાગોના કર્મીઓ બાદ હવે દેશની રક્ષા માટે જેને જીવન સમર્પણ કર્યું એવા સેવાનિવૃત માજી સૈનિકો હવે પોતાના હક માટે સરકાર સામે આંદોલનના મુડમાં છે. આગામી 26મી એ અમદાવાદમાં શહીદ સ્મારક ખાતે યોજાનાર રાજ્ય વ્યાપી મહાઆંદોલનના ભાગરૂપે યોજાનાર રેલી પૂર્વે તારીખ 23ના રોજ છોટાઉદેપુર ખાતે જિલ્લાના માજી સૈનિકો અને વીર નારીઓએ પોસ્ટર બેનર અને ડી.જે.સાથે રેલી યોજી પોતાની વિવિધ 14 મુદાઓની માંગણી સાથેનું આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું હતું.