છોટાઉદેપુરઃ વર્ષ 2021માં છોટાઉદેપુર તાલુકાના ગામમાં એક મનોદિવ્યાંગ યુવતી પર એક નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ વખતે યુવતીની માતાએ નરાધમને રંગેહાથે ઝડપી લીધો હતો. યુવતિની માતાએ પોલીસમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આજે છોટાઉદેપુર એડિશનલ કોર્ટે સરકારી વકીલની દલીલો માન્ય રાખીને આ આરોપીને દોષી ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને 10 વર્ષના જેલવાસ અને 20 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો હતો.
Chhotaudepur Crime News: મનોદિવ્યાંગ યુવતી પર બળાત્કાર ગુજારનારને ડિસ્ટ્રિક્ટ કોર્ટે 10 વર્ષ કેદની સજા ફટકારી - યુવતિની માતા
છોટાઉદેપુર તાલુકાના એક ગામમાં 2021માં એક નરાધમે મનોદિવ્યાંગ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ આરોપીને દોષી ઠેરવી 10નો જેલવાસ અને 20 હજારનો દંડ ફટકાર્યો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક
Published : Nov 8, 2023, 1:32 PM IST
|Updated : Nov 8, 2023, 2:01 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ છોટાઉદેપુર તાલુકાના ગામમાં એક પરિવાર ખેતરમાં રહેતો હતો. આ પરિવારમાં એક યુવતિ અસ્થિર મગજની હતી. વર્ષ 2021માં પરિવાર સામાજિક કામે બહારગામ ગયો હતો અને આ મનો દિવ્યાંગ યુવતિ ઘરે એકલી હતી. ગામમાં જ રહેતો નરાધમ હરિયા રાઠવા ખેતરે પહોંચી ગયો હતો. તેણે યુવતિને ફોસલાવીને ખેતરે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન યુવતિની માતા બનાવ સ્થળે પહોંચી ગઈ હતી. જેણે હરિયાને રંગે હાથે ઝડપ્યો હતો. યુવતિની માતાએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીને કેસ દાખલ કર્યો હતો. આજે આ કેસ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલ્યો હતો. ન્યાયાધીશ દ્વારા ગુનાની ગંભીરતાને અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈને આરોપીને 10 વર્ષનો જેલવાસ અને 20 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો હતો.
એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ એસ.પી.શંકર સાહેબ સમક્ષ આ કેસની કાર્યવાહી થઈ હતી. જેમાં ન્યાયાધીશે મારી દલીલો માન્ય રાખીને મનો દિવ્યાંગ યુવતિ પર બળાત્કાર ગુજારનાર આરોપીને 10 વર્ષનો જેલવાસ અને રુપિયા 20 હજારનો દંડ ફટકાર્યો હતો. કોર્ટના ચુકાદાથી સમાજમાં દાખલો બેસશે તે ચોક્કસ છે...જે પી પુરાણી (સરકારી વકીલ, છોટાઉદેપુર)