છોટાઉદેપુરઃ જિલ્લાનો પહેલો પોઝિટિવ કેસ મળ્યા બાદ તેની પૌત્રી દર્દીના સમ્પર્કમાં આવવાથી તેનો પણ કેસ પોઝિટિવ આવ્યો છે, ત્યારે આ તમામનો કોરોના ટેસ્ટ કરાવતા તેમાંથી 15 વ્યક્તિઓને કોરોના ટેસ્ટ નેગેટિવે આવ્યો છે. પણ એક બે વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી કરતા તેને વડોદરા ગોત્રી ખાતે રીફર કરવામાં આવી છે.
તબલીઘી જમાતથી પરત ફરેલા વૃદ્ધ બાદ તેની 2 વર્ષની પૌત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - કોરોના ટેસ્ટ પોજિટિવ
છોટાઉદેપુરમાં હાલમાં બોડેલી તાલુકાના એક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તાત્કાલિક અસરથી તે વ્યક્તિના નિવાસ સ્થાનની આસપાસનો વિસ્તાર માસ કોરોન્ટાઇન કરવા ઉપરાંત તેની સાથે ઘનિષ્ઠ સંપર્ક ધરાવતા તેના પરિવારજનો અને અતિ નિકટના 16 વ્યક્તિઓને સરકારી ક્વોરોન્ટાઇન ફેસિલિટીમાં રાખવામાં આવ્યા હતા.
છોટાઉદેપુરમાં તબલીગી જમાતથી પરત ફરેલ વૃદ્ધ બાદ તેની બે વર્ષની પૌત્રીનો રિપોર્ટ પોજિટિવ આવ્યો
બોડેલીમાં રહેતાં કિફાયતઉલ્લા ઉમરજી ખત્રી દિલ્હીના મરકજ ખાતે ગયા હતા અને તેનો ટેસ્ટ કરાવતા ચાર દિવસ પહેલા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે તેની પૌત્રી આયેશાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.