છોટાઉદેપુરઃ પોલીસ અને આર્મી જવાન વચ્ચે થયેલ ઘટનામાં અનિસ રાઠવાએ ફરિયાદ નોધાવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ફરિયાદી છોટાઉદેપુરથી મોટર સાયકલ લઈને જતા હતા તે દરમ્યાન સનાભાઈ સેલિયાભાઇને પેટ્રોલપંપ ચોકડી પર રોકવામાં આવ્યા હતા અને પાછળ બેસેલ પાસે માસ્ક ન પહેરવાના 200 રૂપિયા દંડ માગ્યો હતો. જે દંડ ભર્યા બાદ તેની પાવતી માગી હતી. જે પોલીસ દ્વારા આપવામાં આવી નહોતી અને ગમે તેવી ગાળો આપી હતી અને ગાળો બોલવાની ના પાડતા તેને જબરજસ્તી ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
છોટાઉદેપુરમાં સેનાના જવાન અને પોલીસ વચ્ચે થયેલ તકરાર મામલે સેના જવાને પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોધાવી - જવાન સામે કાયદેસર
છોટાઉદેપુરમાં સેનાના જવાન અને પોલીસ વચ્ચે 16.07.2020ના રોજ માસ્ક ન પહેરવા બાબતે ચકમક થઈ હતી. જેથી પોલીસ દ્વારા જવાન સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ પોલીસે તેને જામીન પર મુક્ત કર્યો હતો. સોમવારના રોજ નિવૃત જવાનો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પર આવ્યા હતા અને પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
છોટાઉદેપુરમાં સેનાના જવાન અને પોલીસ વચ્ચે થયેલ તકરાર મામલે સેના જવાને પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોધાવી
સ્ટેશને ઉત્તમભાઈને ધોલધાપટ કરવામાં આવી હતી અને પી.એસ.આઈ જાતિ વિષયક ગાળો બોલી હતી. જ્યારે રાત્રીના સમયે અન્ય ચાર લોકોએ માર માર્યો હતો અને 24 કલાક ગેરકાયદેસર અટકાયત કરી રાખેલ હતી. જેની ઈ.પી.કો. કલમ 323, 337, 504(2), 116 તથા 114 અને એટ્રોસિટી એક્ટની કલમ3(2)વી, 3(1)સી(ઈ) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 25, 26 મુજબ ફરિયાદ નોધાવીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલિસ દ્વારા ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.