- ઘણા વર્ષોથી ગામમાં વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું ગ્રામજનોનો આક્ષેપ
- જાગૃત નાગરિકે RTI કરતા ભ્રષ્ટાચાર થયેલા હોવાની માહિતી બહાર આવી
- પોતાના સમયમાં ભ્રષ્ટાચાર ન થયા હોવાનું જણાવ્યું તલટીએ જણાવ્યું
છોટા ઉદેપુર : જિલ્લાના ભેંસાવહી પંચાયતના અંબાડી ગામના ગ્રામજનોનો આક્ષેપ છે કે, છેલ્લા ઘણા વર્ષોથી ગામમાં વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જે અંગે ગામના એક નાગરિકે મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરી છે. તેમ છતાં જવાબદાર સામે કોઈ કાર્યવાહી થઈ નથી.
ભેંસાવહી પંચાયતમાં વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ જાગૃત નાગરિકે RTI કરતા ભ્રષ્ટાચાર થયેલા હોવાની માહિતી સામે આવી
ગામના એક નાગરિકે RTI કરીને તેના જવાબમાં ગામમાં જે વિકાસના કામો પાછળ સરકારે લાખો રૂપિયા ખર્ચ્યા છે, તેમાંના કેટલાય કામો જેવા કે, રોડ, સ્મશાનમાં શેડ, શૌચાલય, તળાવ, જમીન સમતળ, સામુહિક કુંવા વગેરે યા તો સ્થળ પર થયા જ નથી અથવા તો જુના કરેલા કામો પર કામ કર્યા વિના જ નવું કામ બતાવી ફરીથી પૈસા ઉપાડી લીધા છે. એક કામ પર બે અલગ અલગ ગ્રાન્ટમાં ખર્ચો દર્શાવીને સરપંચ, તલાટી અને લાગતા વળગતા અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યાનો ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે.
જાગૃત નાગરિકે RTI કરતા ભ્રષ્ટાચાર થયેલા હોવાની માહિતી બહાર આવી શૌચાલયનો લાભ 5 વાર અપાયો
મનરેગા વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘરે ઘર શૌચાલય બનાવવાની કામગીરી સમગ્ર દેશમાં કરાઈ રહી છે, પરંતુ સરકારી ચોપડે એક જ પરિવારમાં પાંચ-પાંચ શૌચાલયના લાભ અપાયા હોય તેમ અંબાડી ગામમાં જોવા મળી રહ્યું છે. અમરસિંગભાઈ રાઠવા અને તેમના દીકરા સંજય રાઠવાના નામે એક કરતા વધારે વાર શૌચાલયનો લાભ અપાયો છે. જેમાંથી સરપંચ દ્વારા ફક્ત એક જ શૌચાલયના લાભના નાણા અમરસિંગભાઈને રોડકડેથી ચૂકવાયા છે. અંબાડી ગામમાં વિકાસના કામોમાં લાખોના ભ્રષ્ટાચાર અંગે ગ્રામજનોના આક્ષેપ બાબતે તલાટીએ પોતાના સમયમાં ભ્રષ્ટાચાર ન થયા હોવાનું જણાવ્યું હતું.