ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટાઉદેપુરમાં બાળ અધિકાર અંગે યોજાયો વર્કશોપ - છોટા ઉદેપુર ન્યુઝ

છોટા ઉદેપુરઃ રાજ્યના સરહદી અને આદી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં લોકોમાં બાળ અધિકાર અંગે જાગૃતતા આવે અને બાળકો પર થતા અત્યાચાર અટકે તે હેતુથી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

છોટાઉદેપુરમાં બાળ અધિકાર અંગે યોજાયો વર્કશોપ

By

Published : Oct 8, 2019, 7:29 AM IST

જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા દરબાર હોલ ખાતે જિલ્લાની આંગણવાડીની બહેનો આશાવર્કરો અને પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોની એક દિવસીય તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્ય શાળાનો શુભારંભ કરાવતા કલેક્ટર સુજલ મયાત્રાએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ આ તકે ઉપસ્થિત મહાનુભાવે બાળ સુરક્ષા યોજના, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અને પાલક માતા પિતા યોજના વગેરે જેવી યોજના અંગે માહિતી આપી હતી.

છોટાઉદેપુરમાં બાળ અધિકાર અંગે યોજાયો વર્કશોપ

ચિલ્ડ્રન હોમમાં આવતા બાળકોમાં વર્ષ 2016માં 32, 2017માં 28 અને 2018 માં 21 વર્ષ તથા 2019માં 19 બાળકોનું પુનર્વસન કરવામાં આવ્યું છે, તો સ્પોન્સરશિપ યોજના અંતર્ગત 33 બાળકોને દર મહિને રૂપિયા 2000ની સાઈઝ સહાય ચૂકવવામાં આવી છે.




ABOUT THE AUTHOR

...view details