- 6 જિલ્લા પંચાયતની બેઠકો માટે 13 ફોર્મ ભરાયા
- નેહાબેન પટેલે નારાજ થઈ અપક્ષ ઉમેદવારી નોંધાવી
- ભાજપની મોડી રાતે યાદી જાહેર થતાં અનેક કાર્યકરોમાં નારાજગી
છોટાઉદેપુર: બોડેલી તાલુકા પંચાયતની 26 બેઠકો પર શુક્રવાર સુધી 57 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જ્યારે 6 જિલ્લા પંચાયતની બેઠકો માટે 13 ફોર્મ ભરાયાં હતાં. શુક્રવારે કોંગ્રેસે ફોર્મ ભર્યા હવે છેલ્લા દિવસે શનિવારે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરવા જશે.
ભાજપના પૂર્વ મહામંત્રીના પત્નીને ટિકિટ ન મળતા નારાજ
નવા ટીંબરવા તાલુકા બેઠક પર ઈશ્વર બારીયાની પત્નીને ભાજપ દ્વારા અંતિમ ક્ષણે ઉષાબેન પટેલને ટિકિટ આપવાનું નક્કી કર્યું હતું. ભાજપના પૂર્વ મહામંત્રી પરિમલ પટેલની પત્ની નેહાબેન પટેલને ટિકિટ ન આપતા નારાજ થઈ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે જિલ્લા પંચાયતની કડાછલા બેઠક પર અપક્ષ તરીકે ચલામલીના ભગુભાઈ પંચોલીએ પણ ફોર્મ ભર્યું છે. ભાજપની મોડી રાતે યાદી જાહેર થતાં અનેક કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.