ગુજરાત

gujarat

ETV Bharat / state

નસવાડી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 100 ફોર્મ ભરાયા

નસવાડી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 100 ફોર્મ ભરાયા છે. જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 34 ફોર્મ ભરાયા હતા.

By

Published : Feb 14, 2021, 2:22 PM IST

જિ.પં.માં ભાજપથી નારાજ કાર્યકરોએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી
જિ.પં.માં ભાજપથી નારાજ કાર્યકરોએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી

  • બરોલી, કુકરદા અને નવગામ જિ.પં.માં ભાજપથી નારાજ કાર્યકરો
  • નારાજ કાર્યકરોએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી
  • નસવાડી તાલુકા પંચાયત ની 22 બેઠકો માટે 100 ફોર્મ ભરાયા

છોટાઉદેપુર :નસવાડી તાલુકાના નવગામ, કુકરદા, અને બરોલી બેઠક પર RRSના કાર્યકતા તેમજ ભાજપના પાયાના કાર્યકરોની ટિકિટ ના આપતા ભાજપમાં વિવાદ થયો છે. ત્રણ બેઠકો ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપના દિગજજ નેતા તરીકે ગણાતા દલસિંગ ડું. ભીલ અને કુકરદાના માજી સરપંચ અંબાલાલ અને તેઓની સાથે ભાજપના એક હજારથી વધુ કાર્યકરો રેલીના સ્વરૂપમાં આવીને નસવાડી તાલુકા સેવાસદન ખાતે અપક્ષ ઉમેદવારી કરી હતી. ત્રણે બેઠક ઉપર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ઉમેદવારી નોંધવતા ભાજપમાં હડકમ મચી જવા પામ્યો છે. નોંધનીય બાબત છે કે, ભાજપ દ્વારા ટિકિટ ફાળવણીમાં ગોથું ખાઈ જતા ભાજપને મોટું નુકસાન થવાની ભીતિ છે. ભાજપ પાસે નસવાડી તાલુકામાં શક્તિશાળી નેતા હોવાથી આ ડેમેજ કન્ટ્રોલ કરવું મુશ્કેલ છે. સમગ્ર પ્રકરણમાં ધારાસભ્ય પણ ગૂંચવાઈ ગયા છે. હાલ તો ભાજપ-કોંગ્રેસ બન્ને અપક્ષ ઉમેદવારી કરી છે. હવે જોવું એ રહેશે કે કોની જીત થશે ?

જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 34 ફોર્મ ભરાયા

ગત ટર્મમાં કોંગ્રેસમાંથી નસવાડી જિલ્લા પંચાયત બેઠક પર જમનાબેન રમેશભાઈ ભીલે ચૂંટણી લડી હતી અને વિજેતા થયા હતા. હાલ તેમની ટિકિટ કપાતા તેઓએ કોંગ્રેસ પક્ષ સામે બળવો કર્યો છે. રમેશભાઈ રણછોડભાઈ ભીલે અપક્ષ ઉમેદવારી કરી હતી. આમ, ગત ટર્મના ઉમેદવારની ટિકિટ કપાઈ જતા અને તેમની જગ્યા રમેશભાઈ ઉકેળ ભાઈ ભીલને ટિકિટ કોંગ્રેસે ફાળવી. કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા અને ધીરુભાઈ ભીલના જમણા હાથ છે. જયારે કોંગ્રેસમાં એકાદ બે બેઠકો પર નારાજ કાર્યકરો સિવાય બીજી બેઠકો પર કોંગ્રેસના કાર્યકરો સંતોષ માણી રહ્યા છે. હાલ નસવાડી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 100 ફોર્મ ભરાયા જયારે જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 34 ફોર્મ ભરાયા છે.

  • જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવાર

નવગામ : ડુ ભીલ કોમલ બેન
બરોલી : મેવાસી ચેતનભાઈ
નસવાડી : ભીલ રામદાસ
કુકરદા : ડુ ભીલ ઘનસા બેન કેમજી
વઘાચ : દિલીપ ભીલ

  • કોંગ્રેસ જિલ્લા પંચાયત ઉમેદવાર

નવગામ: મંજુલાબેન અભેસિંહ
બરોલી : રાઠવા સુભાષભાઈ
કુકરદા : નીતાબેન દિલિભાઈ ડુ ભીલ
નસવાડી : રમેશભાઈ ભીલ
વઘાચ : મુકેશભાઈ ભીલ

ABOUT THE AUTHOR

...view details