અહીં ઉલ્લેખનીય છે કે, માણસે આંધળી દોટમાં કુદરતી પ્રાકૃતિક પ્રક્રિયામાં પણ ચેડા કર્યા છે. જેના કારણે લોકોને જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજ્યમાં વન વિભાગ દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના રોપાઓનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ તેનું જતન કરવામાં આવતું નથી. વનવિભાગ દર વર્ષે જેટલા વૃક્ષો લાવવાનું જાહેર કરે છે તેના કરતાં વધુ વૃક્ષો જનતા ઉગાડે છે, તેની માવજત કરે છે. વિકાસની આંધળી દોટમાં વૃક્ષોનુ નિકંદન નીકળી રહ્યું છે.
વાહ ! પર્યાવરણ બચાવવા વૈદિક મંત્રોચ્ચાર સાથે 1008 વૃક્ષનું વૃક્ષારોપણ થયું - zak village
ગાંધીનગર: રાજ્યમાં ચોમાસું ખેંચાઈ રહ્યું છે. વરસાદ પડતો નથી, પરિણામે પાણીની તંગી જોવા મળી રહી છે. દેશમાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે. ત્યારે દહેગામ તાલુકાના ઝાક ગામમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ગ્રામ પંચાયત અને ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા 1008 રોપાઓ રોપવામાં આવ્યા હતા. રાજ્યભરમાં ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવે છે. પરંતુ મંત્રોચ્ચાર સાથે વૃક્ષો રોપવામાં આવ્યા હોય તેવું પહેલીવાર જોવા મળી રહ્યું છે. ગામના સરપંચ સુહાગ પંચાલએ કહ્યું કે, પર્યાવરણ બચાવવા માટે આ પ્રકારે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ છે.
પરિણામે સમગ્ર દેશમાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને પર્યાવરણની સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે દહેગામ તાલુકાના ઝાક ગામમાં ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે 1008 રોપવામાં આવ્યા હતા. ઝાક ગામના સરપંચ સુહાગ પંચાલએ કહ્યું કે, દેશમાં પર્યાવરણ નષ્ટ થઈ રહ્યું છે. શિયાળામાં ઉનાળો અને શિયાળામાં ચોમાસુની ઋતુ જોવા મળી રહી છે. હાલમાં પણ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ આંકડા જોવામાં આવે તો વરસાદ ઓછા પ્રમાણમાં વરસી રહ્યો છે.
વૃક્ષોનું નિકંદન થવાના કારણે જમીનનું ધોવાણ પણ થઇ રહ્યું છે. ત્યારે આજે ઝાક ગામમાં ગ્રામ પંચાયત અને ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા રોપવામાં આવ્યા હતા. જે સભ્ય દ્વારા રોકવામાં આવ્યો છે તેની માવજત કરવાની પણ જવાબદારી લેવામાં આવી હતી. ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે વૃક્ષારોપણ તો લાખો જગ્યાએ થાય છે. પરંતુ વૈદિક મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ થયું હોય તેવું પહેલું ગામ છે.