ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર સ્ટેશન ખાતે નિર્માણ કાર્યને લીધે ટ્રેનો પ્રભાવિત - GNR

ગાંધીનગરઃ રેલવે સ્ટેશન ખાતે થઇ રહેલા નિર્માણ કાર્યને લીધે અનેક ટ્રેનો પર એની અસર થઇ છે, ગાંધીનગર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે નિયમો અનુસાર ટ્રેનો પ્રભાવિત થઈ છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 24, 2019, 9:54 PM IST

ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ 30 એપ્રિલ સુધી અમદાવાદથી દોડશે. જેથી ગાંધીનગર-અમદાવાદ વચ્ચે આ ટ્રેન રદ રહેશે. 29 એપ્રિલ સુધી ઇન્દોરથી ઉપડનારી શાંતિ એક્સપ્રેસને અમદાવાદમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. જેથી આ ટ્રેન અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કેન્સલ રહેશે. આણંદ-ગાંધીનગર મેમુ, ગાંધીનગર-આણંદ મેમુ, 29 અને 30 એપ્રિલ સુધી રદ રહેશે. જ્યારે ગાંધીનગર-અમદાવાદ-ગાંધીનગર મેમુ ૩૦ એપ્રિલ સુધી કેન્સલ રહેશે.

હરિદ્વાર યોગા એક્સપ્રેસ 30 એપ્રિલ સુધી રદ

ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે થઇ રહેલા નિર્માણ કાર્યને લઇ ટ્રેનો પ્રભાવિત થઈ છે. જેને લઇ મુસાફરોને તકલીફનો સામનો કરવો પડશે. ઈન્દોર શાંતિ એક્સપ્રેસ તેમજ અમદાવાદ હરિદ્વાર યોગા એક્સપ્રેસ પણ 30 એપ્રિલ સુધી રદ રહેશે.

આ સહિત ટ્રેન નંબર ૧૯૦૩૧ અમદાવાદ હરિદ્વાર યોગા એક્સપ્રેસ તારીખ 30 એપ્રિલ સુધી વાયા ખોડીયાર કાલોલના પરિવર્તન માર્ગથી દોડાવાશે તથા આ ટ્રેન ગાંધીનગર નહીં જાય. આ પ્રકારે 23 એપ્રિલ સુધી હરિદ્વારથી ઉપડનારી 19032 હરિદ્વાર અમદાવાદ યોગા એક્સપ્રેસ પણ ગાંધીનગર નહીં પરંતુ ખોડીયાર કલોલ થઈને જશે. ગાંધીનગર સ્ટેશન ખાતે બ્લોક લેવાને કારણે યોગા એક્સપ્રેસને અસર થઇ છે જેને લઇને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.

ટ્રેનો પ્રભાવિત

24 એપ્રીલથી અમદાવાદ પટના એક્સપ્રેસ રદ

આ ટ્રેનો સહિત 24 એપ્રિલની અમદાવાદ-પટના એક્સપ્રેસ પણ રદ્દ કરવામાં આવશે. રૂમાં યાર્ડમાં તારીખ 20 એપ્રિલના રોજ યુવા એક્સપ્રેસના ડીરેલમેંટના કારણે અમદાવાદ-પટના એક્સપ્રેસ રદ્દ રહેશે. યુવા એક્સપ્રેસ ડીરેલમેંટના કારણે 24 એપ્રિલની અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 12947 અમદાવાદ પટના જંકશન એક્સપ્રેસ તથા 26 એપ્રિલની પટનાથી ઉપડતી 12948 પટના જંકશન- અમદાવાદ એક્સપ્રેસ રદ્દ રહેશે.

મહત્વનું છે કે, ટ્રેનો રદ્દ થવાના કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડશે, ત્યારે પ્રવાસીઓને નિયમ અનુસાર રીફંડ કરવામાં આવશે. યુવા એક્સપ્રેસના ડીરેલમેંટના કારણે અમદાવાદ પટના એક્સપ્રેસ પ્રભાવિત થઇ છે જેને લઇ આ નિર્ણય કરવામાં આવ્યો છે અને 24 એપ્રિલે આ ટ્રેન રદ રહેશે.

ટ્રેનો પ્રભાવિત

ABOUT THE AUTHOR

...view details