ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપવાદના ચક્કરમાંથી દેશ નીકળે તે માટેની મારી કામગીરી રહેશે: શંકરસિંહ વાઘેલા - gujarat

ગાંધીનગરઃ દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે, ત્યારે સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ચૂંટણીમાં ટિકિટ માટે મથામણ કરી રહ્યા છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી લડવાનો નથી. પરંતુ ભાજપને હરાવવા માટે જે કામગીરી કરવાની થશે તે કરીશ. તમે કોંગ્રેસ પાસે 60 વર્ષનો હિસાબ માંગી રહ્યા છો, પરંતુ તમારે જવાબ આપવાનો છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 23, 2019, 6:12 AM IST

2019એ 2014નથી, 2014માં ભાજપને 31 ટકા મત મળ્યા હતાં. પરંતુ2019માં આટલા મત મળવાના નથી. તમિલનાડુમાં જેટલી સીટ મળી હતી એટલી પણમળવાની નથી. તે સમયે વિપક્ષ વેર વિખેર હતો, આજે સંગઠિત છે. આ જોતાં લાગી રહ્યુ છે કે, જનતા પુનરાવર્તન નહીં પરંતુપરિવર્તન કરશે. પુલવામાના હુમલામાં તમારી બોડી લેન્ગવેજ બતાવતી નથી કે 44 સૈનિક શહીદ થયાં છે. માત્ર પોલિટિકલ સ્ટંટ કરીને રાષ્ટ્રવાદમા નાખવાની જરૂર નથી. સરહદ પર આજે પણ રોજના 15 લોકો શહીદ થઈ રહ્યાં છે. આંધળો રાષ્ટ્રવાદ એ ભાજપવાદ છે અને ભાજપવાદના ચક્કરમાંથી દેશ નીકળે તે માટેની મારી કામગીરી રહેશે.

ભાજપવાદના ચક્કરમાંથી દેશ નીકળે

ABOUT THE AUTHOR

...view details