ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત અગ્નિકાંડ બાદ જાગી સરકાર, 9395 ઈમારતોને ફટકારી શો-કોઝ નોટિસ - surat fire

ગાંધીનગર: સુરતમાં બિલ્ડિંગમાં ચાલતા ટ્યુશન ક્લાસમાં લાગેલી આગે નાગરિકોના દિલમાં આગ લગાડી દીધી છે. 20 કરતા વધુ બાળકો આગના બનાવમાં જીવતા મોતને ભેટ્યા હતા. ત્યારે રાજ્યની સરકાર અને તેનું વહીવટીતંત્ર રહી રહીને કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું છે. રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘએ સુરત ઘટના બાદ સરકાર દ્વારા કેવા પગલાં ભરવામાં આવ્યા તેની માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ દુર્ઘટના બાદ સુરતના બે ફાયર વિભાગના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ભવિષ્યમાં આ પ્રકારના કોઈ બનાવ સામે ન આવે તેને માટે 9395 બિલ્ડિંગને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

ગાંધીનગર

By

Published : May 26, 2019, 5:53 PM IST

રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંઘે કહ્યું કે, રાજ્યમાં 2055 જેટલા અધિકારીઓની મહાનગરોમાં 713 ટીમ બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 9965 મિલકતોની તપાસ કરવામાં આવી છે. જે બિલ્ડિંગમાં ફાયર સેફટીની સુવિધા ન હોય ત્યા તંત્ર દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 9395 બિલ્ડિંગને શો-કોઝ નોટિસ ફટકારી છે. જ્યારે માત્ર સુરતમાં 80 ટીમ બનાવાઈ છે. 320 અધિકારીઓએ 1524 જેટલા ટ્યુશન ક્લાસીસ સહિત મોલ હોસ્પિટલની તપાસ કરવામાં આવી છે. જેમાં 123 જગ્યાએ ફાયર સેફટીની સુવિધાના હોવાથી પગલા ભરવામાં આવ્યા છે.

સુરત અગ્નિકાંડ બાદ સરકાર નિદ્રામાંથી જાગી, 9395 બિલ્ડીંગને શૉ કોઝ નોટિસ ફટકારી

સુરત આગમાં નિર્દોષ બાળકો મોતને ભેટ્યા બાદ સરકારનું નઘરોળ તંત્ર એકાએક જાગી ઊઠયું છે. તેમનો આત્મા એકાએક પ્રમાણિક બની ગયો છે. અને તપાસ કામગીરી શરૂ કરી દીધી છે. પરંતુ માત્ર નોટિસ આપવામાં આવી રહી છે. રાજ્યમાં હેતુ ફેર વિનાની ગેરકાયદેસર બિલ્ડિગ્સના વાણિજ્ય વ્યવસાયો કરવામાં આવી રહ્યા છે. તેમની સામે કેવા પગલાં ભરવામાં આવશે તેના જવાબમાં રાજ્યના મુખ્ય સચિવએ માત્ર નોટિસ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. હેતુફેર બિલ્ડિંગને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે કે નહીં તે બાબતે તેમને કોઈ જ પ્રકારનો ફોડ પાડ્યો ન હતો. સુરત આગ બનાવમાં ટ્યુશન ક્લાસીસ બિલ્ડર સામે પગલાં ભરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details