ગાંધીનગર જિલ્લા સેવા સદન ખાતે આવેલા જન સેવા કેન્દ્રનો આરંભ 16મી ઑકટોબર, 2016ના રોજ કરવામાં આવ્યો હતો. આ કેન્દ્રમાં નિયમિત રીતે અંદાજે 500 થી વધુ અરજદારો પોતાના કામ અર્થ આવતા હોય છે. નાગરિકોના ધસારાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ નાગરિકોને પોતાનું કામ ખૂબ જ ઝડપી પૂર્ણ થાય અને અત્યંત આધુનિક સુવિધા મળી રહે તે માટે 15 કાઉન્ટર અરજી મેળવવાથી લઇ કામ પૂર્ણ કરવા સુધી કાર્યરત હતા, પરંતુ નવીનકરણ થઇ રહેલા જન સેવા કેન્દ્રમાં 23 કાઉન્ટર ઉભા કરવામાં આવનાર છે. તેમજ ફલોરીંગ, વાઇરીંગ અને આરામ દાયક રીતે બેસી શકે તે માટેની ક્ષમતા પણ વધારવામાં આવનાર છે. તેની સાથે નાગરિકોનો ઘસારો વઘે ત્યારે પણ શફોકેશન ન થાય અને ઉનાળાની ગરમીમાં નાગરિકો ઠંડકનો અનુભવ કરી શકે તે માટે એ.સી.ની સુવિધા ઉભી કરવામાં આવશે. નાગરિકોને કોઇ પણ પ્રકારની ફરિયાદ ન રહે તે માટે ટોકન સુવિધાથી કામ કરવામાં આવશે. ટોકન પણ સ્કીન પર ડિસપ્લે કરવામાં આવશે.
ગાંધીનગર જનસેવા કેન્દ્રમાં પાર્લર, એ.ટી.એમ અને કેન્ટીનની સુવિધા થશે ઉપલબ્ધ
ગાંધીનગરઃ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલા જન સેવા કેન્દ્રમાં આવતા નાગરિકોને ઉત્તમ સુવિધા સાથે ઝડપી કામ પૂર્ણ થાય તેવું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. આજે જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ જન સેવા કેન્દ્રમાં ચાલી રહેલા કામની મુલાકાત લઇ કેવી સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે, તેની માહિતી મેળવી જરૂરી સૂચનો પણ કર્યા હતા. જેમાં અરજદારોને સુવિધા મળી રહે તે માટે એટીએમ મશીન, પાર્લર અને કેન્ટીન સહીત વધારાના કાઉન્ટર શરૂ કરવામાં આવશે.
નાગરિકોની સુવિધાને અગ્રમતા આપતાં જિલ્લા સેવા સદન ખાતે આવેલી ઇ-ધરા કેન્દ્ર પણ જન સેવા કેન્દ્રની સાથે સમાવી લેવામાં આવ્યું છે. દરેક પ્રકારની સેવાઓ માટે માહિતી અને માર્ગદર્શન આપતાં બોર્ડ મુકવામાં આવશે. સરકારની ફલેગશીપ યોજના અને અન્ય જનસુખાકારી યોજનાઓની માહિતી આપતું ઇલેકટ્રોનિક ડિસપ્લે પણ મુકવામાં આવશે.તેમજ કેન્દ્રની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં સબ રજીસ્ટ્રાર કચેરીને ખસેડી વધુ કાઉન્ટરો અને અરજદારો માટે આરામ દાયક એસ.સી.ની સુવિધા સાથેની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. ત્યાં પણ ઇલેકટ્રોનિક ટોકન સિસ્ટમ, ઓન લાઇન ટોકન સિસ્ટમનો વ્યાપ વધારવામાં આવશે.
પીવાનું પાણી, ચા-કોફી, આઉટલેટ, વધારાના શૌચાલય સાથે બે ગેઝીબોની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. તેની સાથે આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, ઇ-સ્ટેમ્પ પેપર અને ફેન્ક્રીંગ મશીનની સુવિધા સબ રજીસ્ટ્રારની ખાલી પડનાર જગ્યાએ કરવામાં આવશે. કલેકટર કચેરીમાં દિવસ દરમ્યાન નાગરિકો મોટી સંખ્યામાં આવતાં હોય છે. તેમના માટે કંપાઉન્ડમાં એ.ટી.એમ. સુવિધા, અમૂલ પાર્લર, કેન્ટીન, વોટર એ.ટી.એમની સુવિધા ઉભી કરવામાં આવશે. તેમજ સંપૂર્ણ સંકુલમાં સુચારું પાર્કિંગ વ્યવસ્થા, અને સી.સી.ટી.વી કવરેજ હેઠળ સંકુલને આવરી લેવામાં આવશે.