ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં વોકિંગ ઝોનનું જાહેરનામું હટાવવા વેપારીઓએ ધરણા યોજ્યા - strike

પોરબંદરઃ શહેરના ડ્રીમલેન્ડ સિનેમાથી માણેક ચોક સુધીના રસ્તાને ગત 10 જુનથી વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી અને માત્ર વોકિંગ ઝોન જાહેર કરાયો છે. જેના કારણે ગ્રાહકોનું પ્રમાણ ઘટ્યું છે. આ કારણોસર વેપારીઓમાં રોષ ભભૂક્યો હતો.

strike

By

Published : Feb 19, 2019, 10:56 AM IST

આ અંગે છેલ્લા ઘણા સમયથી વેપારીઓએ ઘણી વખત રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન લેવામાં આવતા સોમવારે તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી માણેક ચોકમાં ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા કર્યા હતા.

પોરબંદરમાં આવેલા ડ્રીમલેન્ડ સિનેમાથી માણેક ચોક સુધીના આ માર્ગ પર પુષ્કળ પ્રમાણમાં વેપાર ધંધાને લગતી, જીવન જરૂરિયાતની વસ્તુઓના વેપારીઓની દુકાનો આવેલી છે. જ્યાં સવારથી સાંજ સુધી લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. આ માર્ગ વન-વે હતો અને પાર્કિંગ માટે નિયમ મુજબ બન્ને સાઈડ પાર્કિંગ કરવામાં આવતું હતું.

પરંતુ અચાનક વહીવટી તંત્ર દ્વારા આ રોડને વોકિંગ ઝોન તરીકે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેનો સતત વિરોધ હોવા છતાં તેને અમલ કરવામા આવ્યું હતું. આ જાહેરનામાંની અમલવારી પછી વેપારીઓને વ્યવસાયમાં 80 ટકા જેટલો માર પડ્યો છે, અને માત્ર 20 ટકા ઘરાકી રહી છે જેથી વેપારીઓને મોટો આર્થીક ફટકો પડી રહ્યો છે.

આ રોડનું વોકિંગ ઝોનનું જાહેરનામું રદ કરવામાં આવે અને વન-વે હતો તે રાબેતા મુજબ કરી આપવામાં આવે તેમ વેપારીઓ અને કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details