ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ. પરમારની બદલી કરવામાં આવી હતી. જેથી ગ્રામજનો દ્વારા નારાજગી સાથે આ બાબતે બદલી રદ્દ કરવાની માંગ સાથે વહીવટી વિભાગ સામે વિરોધ કરવામાં આવ્યો હતો.
પાટણમાં એક આરોગ્ય કેન્દ્રને તાળાબંધી, ગામવાસીઓએ નોંધાવ્યો વિરોધ
પાટણઃ છેલ્લા કેટલાક દિવસથી રાજ્ય આરોગ્ય કર્મચારીઓ દ્વારા પડતર માંગને લઈ માસસીએલ પર ઉતરી હડતાલ પાડવામાં આવી રહી છે, ત્યારે જિલ્લાના અધાર ગામમાં સમગ્ર ગ્રામજનો દ્વારા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળામારી વહીવટી વિભાગ સામે વિરોધ નોંધાવ્યો હોવાની ઘટના સામે આવી છે.
praimeryhealthcenter
નોંધનીય છે કે, ગ્રામજનો દ્વારા આ અગાઉ પણ જિલ્લાના વિકાસ અધિકારી સમક્ષ આરોગ્ય કર્મચારીની બદલી રોકવા રજુઆત કરવામાં આવી હતી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા આ અંગે સંતોષકારક નિર્ણય ન લેવામાં આવ્યો હોવાથી ગ્રામજનો દ્વારા ગામના આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરી કરી હતી. આ સાથે જિલ્લા વહીવટી તંત્ર સામે વિરોધ કરવામાં આવ્યો હતો.