ગુજરાત

gujarat

ETV Bharat / state

મુંબઇ ગુજરાતને જોડતી ટ્રેન સેવા વરસાદથી બંધ થતાં S.T વિભાગે શરુ કરી ખાસ બસ સેવા - gujarat

ગાંધીનગર : મુંબઇમાં ભારે વરસાદને કારણે ગુજરાતને જોડતી તમામ ટ્રેન વેસ્ટર્ન રેલવે દ્વારા બંધ કરવામાં આવી છે. ત્યારે મુસાફરોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાસ્પોર્ટ કોર્પોરેશન દ્વારા ખાસ સુરતથી મુંબઈ સુધી બસ સેવા શરૂ કરવામાં આવી છે.

મુંબઇ ગુજરાતને જોડતી ટ્રેન સેવા વરસાદથી બંધ

By

Published : Jul 2, 2019, 4:38 PM IST

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 21 ઇંચ જેટલો ભારે વરસાદ પડવાને કારણે મુંબઇ પાણીમાં ગરકાવ થયું છે. વરસાદને કારણે ગુજરાતથી મુંબઈ તરફના રેલ્વે વ્યવહારને સીધી અસર પહોંચી છે. ત્યારે રેલ્વે માર્ગે મુંબઈ તરફ જતા મુસાફરોને રસ્તા માર્ગે મુંબઈ જવાની સહાયતા માટે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ S.T તંત્ર દ્વારા સુરત અને વલસાડ રેલ્વે સ્ટેશનથી બોરીવલીની વિશેષ બસ સેવાઓ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે.

વરસાદના કારણે લોકોને હેરાનગતિ ન થાય અને લોકો સમયસર પોતાના ઘરે અને સુરક્ષિત જગ્યાએ પહોંચી જાય તે માટે ખાસ વ્યસ્થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details