વડાપ્રધાને એક કાર્યાલયના નિવેદનમાં જણાવ્યું કે, છોકરાઓ માટે શિષ્યવૃત્તિનો દર 2000 થી વધારીને 2,500 રૂપિયાનો અને છોકરીઓ માટે 2,350 થી વધારીને 3,000 કરવામાં આવ્યો છે.
મોદી કેબિનેટનો પ્રથમ અહેમ નિર્ણય, શહીદોના બાળકોની શિષ્યવૃતિમાં વધારો - important decision
નવી દિલ્હીઃ મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે શપથ સમારોહ બાદ આજે મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી પોતાનું કામકાજ સંભાળ્યા બાદ પ્રથમ જ નિર્ણયમાં જ સેના અને અર્ધસૈનિક દળોના શહીદ જવાનો અને પૂર્વ સૈનિકોની વિધવાઓ અને બાળકોને રાષ્ટ્રીય રક્ષા નિધિમાંથી મળનાર શિષ્યવૃતિની નિયતમાં વધારો કર્યો છે.
આ બેઠકમાં જણવવામાં આવ્યું છે કે, વજીફા યોજનાનો વિસ્તાર વધારીને તેમાં નક્સલી હુમલામાં શહીદ થનાર રાજ્ય પોલીસ અધિકારીઓના બાળકોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય પોલીસના અધિકારીઓ માટે આશરે 500 લોકો દર વર્ષે આ ક્વોટામાં લાભ મેળવી શકશે.
મોદીએ ટ્ટીટ કરી જણાવ્યું કે, અમારી સરકારનો પ્રથમ નિર્ણય તેમના માટે સમર્પિત છે, જે ભારતની રક્ષા માટે હંમેશા ફરજ બજાવે છે. રાષ્ટ્રીય રક્ષા નિધિ હેઠળ વડાપ્રધાન શિષ્યવૃતિ યોજનામાં ઘણાં બદલાવોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં આતંકી અને માઓવાદી હુમલામાં શહીદ થનાર જવાનો અને પોલીસકર્મીઓના બાળકોની શિષ્યવૃતિ સામેલ છે.