ભૂસ્તર સંપત્તિની જાળવણી થાય, જમીનના તળ-સપાટી-ગુણવત્તા વગેરે પણ જળવાઇ રહે સાથે સાથે ખનિજ ઉદ્યોગને પણ રૂંધવામાં ન આવે તેવા સંતુલિત અભિગમને અમલમાં મૂકવામાં આવ્યો છે. જે માટે આડેધડ નહીં પરંતુ જમીનોના સર્વેક્ષણ કરી જુદાં જુદાં બ્લોક નિયત કરાયા છે તેની હરાજી કરવામાં આવે છે. હાલ તો દોઢ વર્ષથી નવી ખાસ લીઝ મંજૂર થઇ નથી. તે પહેલાંના 3 વર્ષમાં લાઇમ સ્ટોનની એક અને રેતી, માટી, કપચી વગેરે ગૌણ ખનિજની 75 લીઝ મંજૂર થઇ છે. તે પહેલાંની અત્યાર સુધીની મળીને કુલ 368 લીઝ મંજૂર થયેલી છે. પરંતુ રોયલ્ટી બૂક લઇને પણ ખનિજ ખોદકામ ન થતાં હોય તેવા કિસ્સા ઘણાં છે.
ગૌણ ખનીજની મંજૂર છે 75 લીઝ છતા સેંકડો લીઝનો ધમધમાટ - gujaratinews
જામનગરઃ જિલ્લાના હાલારમાં સરકારના નિયમ મુજબ છેલ્લાં પાંચ વર્ષથી ખનિજ માટે બ્લોક સીસ્ટમ અમલમાં આવી છે અને લાઇમ સ્ટોનની 1 અને ગૌણ ખનિજની 75 લીઝ જ મંજૂર થઇ છે. (એ સિવાય લાંબા સમયથી નવી લીઝ તો મોટાભાગે બંધ જેવી જ છે.- ખાસ કિસ્સામાં મંજૂર થાય છે.) ત્યારે સવાલ એ છે કે, સેંકડો લીઝ છેલ્લાં 3 વર્ષમાં કેમ ધમધમવા લાગી છે?
સ્પોટ ફોટો
આ સ્થિતિ વચ્ચે જે ખનિજના ખજાનાના જાણકાર છે તેમના આ સર્વે મુજબ થોડાં થોડાં સમયના અંતરે, કયાંક માત્ર રાત્રે, કયાંક કોઇ પ્રોજેક્ટ નજીકથી જરૂર મુજબ તેમ 468 સ્થળોએથી બેફામ ખોદકામ થયું છે અથવા થઇ રહ્યું છે. તેની ઉપર કોઇ અંકુશ નથી.