ગુજરાત

gujarat

ETV Bharat / state

અમિત શાહને હત્યારા કહેવા બદલ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું - ahmedabad

અમદાવાદઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીની ગરિમાને નુકસાન થાય એવા શબ્દો કહેવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં દાખલ માનહાનિના દાવા અંગે બુધવારે  મેજીસ્ટ્રેટ ડી.એસ. ડાભીએ રાહુલ ગાંધી વિરુધ સમન્સ જાહેર કર્યું હોવાની વિગતો સામે આવી છે. રાહુલ ગાંધી લોકસભાના સભ્ય હોવાથી સ્પીકર દ્વારા તેમને સમન્સ બજવવામાં આવશે. હવે કોંગ્રેસ અધ્યક્ષને 9મી જુલાઈના રોજ અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થવું પડશે.

ડિઝાઈન ફોટો

By

Published : May 1, 2019, 7:14 PM IST

બુધવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન ક્રિષ્નબ્રહ્મ ભટ્ટના વકીલે જણાવ્યું હતું કે, 24મી એપ્રિલના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં આપાયેલા વિવાદાસ્પદ નિવેદનને સમગ્ર ભારતમાં પ્રસારીત કરાતા અને સ્થાનિક અખબારમાં છપાતા બદનકક્ષીની ફરિયાદ અમદાવાદની મેટ્રો કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેને કોર્ટે માન્ય રાખતા રાહુલ ગંધી વિરુદ્ધ સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે અરજદાર કૃષ્ણકાંત બ્રહ્મભટ્ટના વકીલ પ્રકાશ પટેલે કોર્ટમાં રજુઆત કરતા સુપ્રીમ કોર્ટના કેટલાક જજમેન્ટને ટાંકીને દલીલ કરી હતી. જેવો સ્વીકાર કરીને કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું છે.

અરજદારના વકીલની પ્રતિક્રિયા

મંગળવારે કોર્ટે અરજદારના વકીલને પુછ્યું કે, વિવાદાસ્પદ નિવેદન મધ્યપ્રદેશના જબલપુરમાં આપવામાં આવ્યું છે, ત્યારે કેસ અમદાવાદ કેમ દાખલ કરવામાં આવ્યો છે. જેના જવાબમાં અરજદારના વકીલ અજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે, અરજદાર ખાડિયા બેઠકથી ભાજપના પૂર્વ કોર્પોરેટર રહી ચુક્યાં છે, જ્યારે ગુજરાતના મોટાભાગના સમાચાર પત્રો અને ચેનલ પર વિવાદાસ્પદ નિવેદન પ્રસારિત કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ "અમિત શાહને હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વાહ ક્યાં શાન હે" જેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કોર્ટે આ મમાલે અરજદારને ભાજપ સાથે જોડાયેલા હોવાના પુરાવવા રજુ કરવાનો આદેશ કર્યો હતો.

ફરિયાદી અને ભાજપના પૂર્વ કોર્પોરેટર ક્રિષ્ણવદન બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો છે કે, અમિત શાહ વિરૂધના કેસમાં ગુનો સાબિત થયો નથી, ત્યારે લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના જબલપુરમાં કરેલી રેલીમાં અમિત શાહ વિરૂધ પ્રહારો કરતા કહ્યું કે, "હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વાહ ક્યાં શાન હે" જેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જ્યારબાદ આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ અંગેના લેખ પણ સમાચારપત્રોમાં પ્રકાશિત કરવામાં આવ્યા હોવાનું અરજદારે આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીના વિવાદાસ્પદ બોલ ખોટા અને તથ્યહિન છે. આ પ્રકારના નિવેદનથી અમિત શાહ અને ભાજપનું અપમાન થયું હોવાથી તેમની વિરૂધ બદનક્ક્ષીનો કેસ દાખલ કરવામાં આવે. એવી વાત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details