અંતોલી ગામમાં રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા 20 વર્ષીય અજીત સોલંકી અને 17 વર્ષીય અનીતા સોલંકી એક જ ફળિયામાં રહેતા હોવાથી બન્નેની આંખ મળી ગઈ હતી. ત્યારે 4 મહિના પહેલા અનિતાના લગ્ન બારીયા પાસે આવેલી બારડોલી ગામમાં થયા હતા. તેમજ ત્યારબાદ બંને ગત 12 જૂનના રોજ એકબીજાના ઘરેથી ભાગી ગયા હતા.
ગાંધીનગર નજીક પ્રેમીપંખીડાએ નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી - antoli village
ગાંધીનગર: દહેગામ તાલુકાના અંતોલી ગામમાં એક જ ફળિયામાં રહેતા યુવક-યુવતી એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. તેમજ 4 મહિના પહેલા યુવતીના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. પરંતુ બન્નેએ એકબીજાને જીવવા-મરવાના કોલ આપ્યા હોવાથી ગત 12 જૂનના રોજ યુવક યુવતી ઘરેથી ચાલ્યા ગયા હતા. તેમજ તેઓએ ઝાડ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બંને મૃત તણાઈ આવ્યા હતા. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરતા બનાવ સ્થળે પહોંચી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીનગર
પરિવારજનો દ્વારા યુવક યુવતીની શોધખોળ કરવામાં આવી રહી હતી પરંતુ હાથ લાગ્યા ન હતા. ત્યારે સોમવારના રોજ નર્મદા કેનાલમાં હાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ તણાતા જોવા મળ્યા હતા. પરિણામે અહીંયાથી પસાર થતાં લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ અગાઉની ફરિયાદના આધારે તપાસ કરતાં અંતોલીથી ભાગી ગયેલા યુવક-યુવતી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પરિવારજનોને જાણ કરીને આ બંને યુવતીને મૃતદેહને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.