ત્યારે 6 મહિના બાદ બીજી કંપની એવી સન સાઇન હાઇટેક ગ્રુપ કંપની અને આ ગ્રુપની વિવિધ કંપનીઓની લોભામણી સ્કીમો જાહેર કરવામાં આવી હતી. જેમાં અનેક લોકોને પરત નાણા મળ્યા નથી. જેની ફરીયાદ થતા રાજ્ય સરકાર દ્વારા રોકાણકારોને રાહત આપવા માટે રાજ્યના પોલીસ વડાએ CIDને કેસની તપાસ સોંપી છે.
લેભાગુ સનસાઈન હાઈટેક કંપનીની સ્કિમના રોકાણકારો CIDમાં કરી શકશે સીધી ફરીયાદ - gujarT
ગાંધીનગરઃ ગુજરાતમાં દિવસેને દિવસે કોઇ લેભાગુ કંપની સક્રિય બને છે. રોકાણકારોને અમુક મહિના રોકાણ કરવાનું અને વધુ રીર્ટન આપવાની લોભામણી સ્કિમ આપીને કરોડો રૂપિયાનુ ફૂલેકું ફેરવવામાં આવે છે.
આ બાબતે સરકારને પોલીસ દ્રારા આર્થિક ગુના નિવારણ શાખાના પોલીસ ઇન્સપેક્ટર એમ.આર. ગોઠણીયાને તમામ કેસની તપાસ સોંપવામાં આવી છે. કંપની દ્વારા રોકાણકારોને નાણાં રોકીને આ નાણા પાકતી મુદતે પરત આપ્યા ન હતા. જેથી છેતરાયેલા રોકાણકારોએ આર્થિક ગુના નિવારણ શાખાના ડિટેક્ટિવ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. આર. ગોઢાણીયાનો સંપર્ક કરવા CID ક્રાઇમના નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા જણાવાયું છે.
સનસાઇન હાઇટેક ગ્રુપ કંપની તથા આ ગ્રુપની સન સાઇન હાઇટેક ઇન્ફ્રોકોમ લિમિટેડ, સન સાઇન હાઇટેક ઇન્સ્યોરન્સ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ, સન સાઇન હાઇટેક માર્કેટીંગ પ્રા.લી., ગુરુકૃપા ટ્રસ્ટી કંપની પ્રાઇવેટ લિમિટેડ, મેગ્ના મેનીયોસ ટેક્ષટાઇલ પ્રાઇવેટ લિમિટેડ, સન સાઇન ટૂડે, અરિહંત સોયા પ્રા.લિ. વગેરે કંપનીઓ રમેશચંદ્ર ગણપતભાઈ નાયક સંચાલન કરવામાં આવતુ હતુ. આ તમામ કંપનીઓ મારફતે રાજ્યમાં જુદા જુદા મૂડીરોકાણની સ્કીમો ચલાવી છે. લોકો પાસે મૂડીરોકાણ કરાવેલ છે. તેમજ પાકતી મુદ્દતે નક્કી કરેલ રકમ ચૂકવવામાં આવશે. તેવી જાહેરાતો આપી લોકોને લોભામણી લાલચો આપી નાણા એકઠા કરીને છેતરપિંડી કરી હોવાનુ પોલીસના ધ્યાને આવ્યુ હતુ.