IBના રિપોર્ટને લઈ ભાવનગર રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું - attack
ભાવનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોની શહાદતની શાહૂ હજુ સુકાઇ નથી, ત્યારે ગુજરાતમાં પણ હુમલાના IBના રિપોર્ટના પગલે તંત્ર સતર્ક બન્યું છે.
જુઓ વિડિયો
ત્યારે રેલવે પોલીસ તથા ભાવનગર પોલીસે સંયુક્ત પણે ડોગ સ્કવોડ તથા બોંબ સ્કવોર્ડને સાથે રાખી ચેકિંગ કર્યું હતું. પોલીસ દ્વારા કથિત હુમલાની દહેશતના પગલે ટ્રેનના કોચ તથા પ્લેટફોર્મ અને મુસાફરોના માલસામાનની સઘન તપાસ કરવામાં આવી હતી. અંદાજે બે કલાક ચાલેલી તપાસમાં સદનસીબે શંકાસ્પદ ન જણાતા તંત્રએ રાહત અનુભવી હતી.