હાર્દિક પટેલે ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હું ગુજરાત હાઈકોર્ટના ફેસલાનું સ્વાગત કરું છું. આવી ચૂંટણીઓ તો આવેને જાય, પરંતુ બંધારણ વિરુદ્ધ ભાજપ કામ કરી રહ્યું છે. કોંગ્રેસના પચીસ વર્ષ જૂનાં કાર્યકરોને ચૂંટણી લડવા કેમ અટકાવવામાં આવી રહ્યાં છે? હાર્દિકે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના ઘણાં નેતાઓ પર કેસ ચાલુ છે અને સજા પણ થઈ છે, પરંતુ કાયદા-કાનૂન માત્ર અમારી માટે જ છે.
કોર્ટના નિર્ણયનું સ્વાગત, સત્તા સામે લડવાનું પરિણામ મળ્યું: હાર્દિક - Ahmedabad
અમદાવાદઃ દેશમાં લોકસભા ચૂંટણીની તડામાર તૈયારી થઈ રહી છે, ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા અને તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે સજા પર સ્ટે મુકવાની એક અરજી કરી હતી. જેની શુક્રવારે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળ્યાં બાદ હાર્દિકની સ્ટે અરજી ફગાવી દીધી છે. આમ, લોકસભા ચૂંટણી લડવા માંગતા પાટીદાર નેતા હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. આ અંગે હાર્દિક પટેલે ટ્વિટર પર પ્રતિક્રિયા આપી હતી.
હાર્દિક પટેલ
હાર્દિકે વધુમાં કહ્યું કે, અમે ડરતા નથી. હું સત્ય, અહિંસા અને ઈમાનદારીથી સામાન્ય જનતાનો અવાજ બનીશું. જનતાની સેવા કરનાર કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવીશું. હાર્દિકે કહ્યું કે, હું કોંગ્રેસ પાર્ટી માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રચાર કરીશ. મારો અપરાધ માત્ર એ જ છે કે, હું ભાજપની આગળ નમ્યો નહીં. સત્તાધારી સામે લડવાનું તો આ પરિણામ છે.