ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરના નાદોલમાં લગ્ન પ્રસંગમાં છાશ પીધા બાદ 150 લોકોને ફૂડ પોઈઝનીંગ - Food Poisoning

ગાંધીનગર: રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી વરસી રહી છે. બીજી તરફ વૈશાખમાં લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે. દહેગામના નાંદોલ ગામમાં ગઈકાલે રાત્રે લગ્ન પ્રસંગમાં છાશ પીધા બાદ 150 કરતા વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું. આ તમામ દર્દીઓને ગામના ખાનગી અને સરકારી દવાખાને સારવાર લીધી હતી. ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. તુલસીશ્યામે કહ્યુ કે, ગામમાં બે જગ્યાએ લગ્ન પ્રસંગ હતા. જેમાં એક ઓર્ડર મારવાડીનો હતો અને બીજો સ્થાનિક કેટરર્સનો હતો. આ બંને લોકો પાસેથી સેમ્પલ લીધા છે અને આગળની તપાસ હાથ ધરી છે.

સ્પોટ ફોટો

By

Published : May 8, 2019, 1:31 PM IST

દહેગામ પાસે આવેલા નાંદોલ ગામમાં મંગળવારે બે લગ્નપ્રસંગ હતા. બંને લગ્ન પ્રસંગમાં ભોજન કર્યા બાદ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. ભોજન લીધા બાદ એક પછી એક લોકોને પેટમાં દુખાવાની અને માથામાં દુખાવાની ફરિયાદ ચાલુ થઇ હતી. ધીરે ધીરે ઝાડા ઉલટીની અસર થતા તમામ લોકો ખાનગી અને સરકારી દવાખાને સારવાર માટે ગયા હતા. આ ઘટનાની જાણ ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગને થતા બુધવારે તાબડતોડ પોતાના સ્ટાફ સાથે ગામમાં પહોંચી ગયું હતું અને દર્દીઓને તપાસ શરૂ કરી હતી.

નાદોલમાં લગ્ન પ્રસંગમાં છાશ પીધા બાદ 150 લોકોને ફૂડ પોઈઝનીંગ

ડો. તુલશ્યામે કહ્યું કે, ગામમાં બે જગ્યાએ લગ્ન પ્રસંગ હતો. જેમાં છાશ પીધા બાદ મોટા ભાગના લોકોને ઝાડા ઉલટી ની અસર થઈ હતી. અત્યાર સુધી 45 લોકોને સારવાર કરવામાં આવી છે. જ્યારે હવે આ બાબતે આજુબાજુમાં આવેલી નાસ્તાની લારીઓ સહિતની તપાસ કરી સેમ્પલ લેવામાં આવશે.

સ્થાનિક અશોક પટેલે કહ્યું કે, ગામમાં 200 કરતા વધુ લોકોને ઝાડા-ઊલટીની અસર થઈ છે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગ પાણી વહી ગયા બાદ પાર બાંધવા નિકળું છે. ગામમાં 150 કરતા વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. હવે નાસ્તાની લારીઓ ઉપરના સેમ્પલ લેવાની વાતો કરી રહ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details