ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર બેઠક પરથી 11 ઉમેદવારી ફોર્મ રદ્દ, ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે સોમવારે - રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ

ગાંધીનગર: સમગ્ર દેશની નજર ગાંધીનગર લોકસભાની બેઠક પર જોવા મળી રહી છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા ગાંધીનગર બેઠક પર ઉમેદવારી ભરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં આજે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ હતો. ગાંધીનગરમાં અંતિમ દિવસ સુધી 52 ફોર્મ ભરાયા છે. જ્યારે ઉમેદવારી કરવા માટે 84 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. શુક્રવારે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 11 ફોર્મ રદ કરવામાં આવતા 34 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ચિત્ર સોમવારે સ્પષ્ટ થશે.

અમિત શાહ, સી.જે.ચાવડા

By

Published : Apr 5, 2019, 10:39 PM IST

ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી એસ.કે લાંગાએ જણાવ્યું હતું કે, 4 એપ્રિલે બપોરના 3 વાગ્યા સુધી ગાંધીનગર લોકસભા બેઠક ઉપર 52 ફોર્મ ભરાયા છે. આ તમામ ફોર્મની આવતીકાલ શુક્રવારે સ્કુટીની કરવામાં આવશે. જ્યારે 8 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાની તારીખ છે. ત્યારબાદ સમગ્ર ગાંધીનગર લોકસભા બેઠક ઉપરનું ચિત્ર સ્પષ્ટ થશે. 52 ફોર્મ ઉમેદવાર દ્વારા ભરવામાં આવ્યા છે, જેમાં અમિત શાહ દ્વારા 2 ફોર્મ ભરવામાં આવ્યા છે.

ગાંધીનગર લોકસભા બેઠક ઉપર શુક્રવારે સવારથી જ ઉમેદવારી પત્રો ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉમેદવારો અને કર્મચારીઓ વચ્ચે કોઈ ઘર્ષણની સ્થિતિ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારી પત્રો ચકાસણીની કામગીરી હાથ ધરાઇ હતી. સમગ્ર તપાસ દરમિયાન 11 ઉમેદવારીપત્રોમાં ક્ષતિઓ જોવા મળતા રદ કરવામાં આવ્યા હતા. જ્યારે 34 ઉમેદવારીપત્રો માન્ય રાખવામાં આવ્યા હતા.

ઉમેદવારોનું લિસ્ટ

ઉલ્લેખનિય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કુલ 4 ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં 30 માર્ચના રોજ 2 ફોર્મ અને 4 એપ્રિલના રોજ 2 ફોર્મ રજૂ કરાયા હતા. 8 ઍપ્રિલના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ છે. ત્યારે તે દિવસે જ ગાંધીનગર લોકસભા બેઠક પરનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.

ABOUT THE AUTHOR

...view details