ગુજરાતમાં 23 એપ્રિલ મંગળવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. ગરમીના કારણે રાજકીય પાર્ટીઓની નીંદર હણાઇ ગઇ હતી. રોડ શો પણ પૂરા કરી શક્યા ન હતા. ત્યારે કેવી રીતે મતદારોને મતદાન મથક સુધી લઈ જવા તેની સતત ચિંતા કરતા જોવા મળતા હતા, પરંતુ ઇલેક્શન કમિશનમાંથી છેલ્લા આંકડા આવ્યા તે સૌના માટે ચોંકાવનારા નીકળ્યા છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત બમ્પર 64.11 ટકા મતદાન લોકસભાની ચૂંટણીમાં નોંધાયું છે. જેમાં સૌથી વધુ આદિવાસી પટ્ટો ધરાવતી વલસાડ બેઠક ઉપર જ્યારે સૌથી ઓછું વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં નોંધાયું છે.
ગુજરાત લોકસભાની ચૂંટણી માટે ઇતિહાસમાં પ્રથમ વખત થયું 64.11 ટકાનું જંગી મતદાન - congress
ગાંધીનગર: રાજ્યની 26 લોકસભા બેઠક પર 23 એપ્રિલે મતદાન યોજાયું હતું. મતદાનના દિવસે શરૂઆતમાં ધીમું મતદાન રહ્યું હતું, પરંતુ જેમ-જેમ દિવસ પસાર થતો હતો. તેમ તેમ મતદાનની ટકાવારીમાં સુધારો જોવા મળતો હતો. સાંજે 6 વાગે મતદાન પૂર્ણ થયા બાદ 371 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ થઈ ગયું હતું. સૌથી વધુ મતદાન વલસાડમાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન વિપક્ષના નેતા પરેશ ધાનાણીનાં ગઢ અમરેલી બેઠક પર થયું છે.
ડિઝાઈન ફોટો
ગુજરાત ની 26 લોકસભા મતદાનના આંકડા
- અમદાવાદ પશ્ચિમ- 60.37
- અમદાવાદ પૂર્વ- 61.32
- અમરેલી- 55.75
- આણંદ- 66.79
- બનાસકાંઠા- 64.69
- બારડોલી- 73.57
- ભરૂચ- 73.21
- ભાવનગર- 58.41
- છોટાઉદેપુર- 73.44
- દાહોદ- 66.18
- ગાંધીનગર- 65.57
- જામનગર- 60.70
- જૂનાગઢ- 60.74
- કચ્છ- 58.22
- ખેડા- 60.68
- મહેસાણા- 65.37
- નવસારી- 66.10
- પંચમહાલ- 61.73
- પાટણ- 61.98
- પોરબંદર- 56.79
- રાજકોટ- 63.15
- સાબરકાંઠા- 67.24
- સુરત- 64.41
- સુરેન્દ્રનગર- 57.85
- વડોદરા- 67.86
- વલસાડ- 75.21
Last Updated : Apr 24, 2019, 8:33 PM IST