વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિજ મકવાણાએ ગૃહમાં સંબોધન કરતા જણાવ્યું કે, “હું એક વિધાર્થી, શિક્ષક, વાલી તરીકે રાજ્ય સરકારને સૂચન આપવા માંગુ છું. રાજ્યનું શિક્ષણ વિભાગનું ખુબ જ વિશાળ વિભાગ છે. જેથી તેનું સરળ રીતે સંચાલન કરવા માટે શિક્ષણ વિભાગમાં 3 ભાગ હોવા જોઈએ.”
- શિક્ષકોનું ટાઈમ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ બનાવવમાં આવે. જેમાં 200 દિવસ શિક્ષણનું કામ થાય, યોગ્ય ટાઈમ ટેબલ બનવવામાં આવે, વર્ગખંડમાં શિક્ષકોને કામ કરવાનો મોકળાશ મળે.
- ફાયનાન્સ વ્યવસ્થા, વાલી મંડળ વ્યવસ્થા, શિક્ષકોના પ્રશ્નોના નિરાકાર સાથે અનેક રજુવાત કરવા માટેનો વિભાગ બનાવમાં આવે.
- ફક્ત અભ્યાસક્રમ ઉપર જ કામ કરે તેવો વિભાગ બનાવવામાં આવે.