ગુજરાતમાં વારંવાર કૌભાંડ જોવા મળે છે. મહિનાઓ પહેલા મગફળી કૌભાંડ થયું હતું ત્યાર બાદ હવે તુવેર કૌભાંડનો પરદાફાર્શ થયો છે તે મુદ્દે ગુજકો માર્સલના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, કૌભાંડ શબ્દથી લોકો ભડકતા હોય છે પણ કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં જે નિર્ણય કર્યા છે તે સારા છે. નાફેડના માધ્યમથી થતા હોય છે નાફેડ ખરીદી પહેલા જે તે રાજ્ય સાથે સંકલન કરીને કયા સંસ્થા સાથે ખરીદી કરવી તેવા નિર્ણય કરે છે.
બિન અનુભવી સ્ટાફના કારણે કૌભાંડો સામે આવે છે: દિલીપ સંઘાણી - Dilip Sanghani
ગાંધીનગર: ગુજરાતમાં મગફળીના ગોડાઉનમાં માટીના ઢેફા નીકળ્યા બાદ હવે તુવેરદાળમાં પણ કૌભાંડ સામે આવ્યુ છે. કેશોદ માર્કેટિંગ યાર્ડ મા ટેકાના ભાવે ખરીદાયેલી તુવેરદાળમાં મોટો જથ્થો રિજેક્ટ કરવામાં આવ્યો છે. ત્રણથી પાંચ ટ્રક તુવેર દાળ રિજેક્ટ કરવામાં આવી છે. રાજ્યના પૂર્વ કૃષિપ્રધાન અને નાફેડના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, આવડતવાળા કર્મચારીઓ હોવાના કારણે આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે.
રાજ્ય સરકારે પુરવઠા દ્રારા ખરીદવાનો નિર્ણય કરેલો અને કોઈ ને કોઈ જગ્યાએ કચાસ રહી હશે. તે બાબતે નાફેડે સ્વીકારી નહિ, જેથી આ કૌભાંડ બહાર આવ્યું છે. આ જોવાની જરૂર અને ફરજ પુરવઠા વિભાગની હતી. જે તે સંસ્થા ખરીદી છે તે જ જવાબદાર છે. કોંગ્રેસ શાસિત ગુજકો માર્સલની હતી. તો પણ અમે તેમણે શોપતા હતા, ત્યારે હું કૃષિ મંત્રી હતો. અનુભવ વગરનો સ્ટાફ ન હોવાના કારણે આ બનતું હોય છે.
રાજ્ય સરકારને પારદર્શકથી આ મામલે કડકમાં કડક પગલા લેવા જોઈએ. જેથી કરીને અગાઉ જવાબદારીમાં કોઈ કૌભાંડ ન કરે. સરકાર ખેડૂતોના ખાતામાં જમા કરી દે છે એના કારણે આ પ્રોપર્ટી સરકારની થઈ જાય છે. આ નુકસાન સરકાર ઉપર આવે છે. નાફેડ સીધી રીતે આ ખરીદીમાં હોતું નથી. ગોડાઉન જે માલ આવે છે તે માલને નાફેડ ખાલી માલની કાળજી લે છે અને ખરાબ માં હોય તો તેને સ્વીકૃતિ આપતી નથી.