ગુજરાત

gujarat

ETV Bharat / state

તમે નક્કી કરો, ગુજરાત વિધાનસભામાં આર્ટિકલ 370 હટાવવા માટેનું અત્યારે મતદાન કરીએ: નીતિન પટેલ - GNR

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે અશાંતધારાનો સુધારો કવિતા એક પસાર કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષના સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. સુધારક યુગમાં પોતાના વિચાર રજૂ કરતા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કાશ્મીરમાં આર્ટીકલ 370નો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પોતાની બેઠક પરથી ઊભા થઈ ગયા હતા. નાયબ મુખ્યપ્રધાને કહ્યું, "કોંગ્રેસ આર્ટીકલ 370 પર ચર્ચા કરવા માંગતી હોય તો તમામ કામકાજ છોડીને અત્યારે જ તે બાબતે મતદાન કરીએ".

ફાઈલ ફોટો

By

Published : Jul 9, 2019, 9:51 AM IST

Updated : Jul 9, 2019, 10:12 AM IST

વિધાનસભાગૃહમાં અશાંતધારા મુદ્દે ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું હતું કે, અશાંતધારાએ રાજ્યમાં 1991માં કાયદો બનાવાયો ત્યારે કેટલી સમય મર્યાદા પુરતો આ કાયદો લાગુ હશે તે નક્કી કરાયો પરંતુ, કેટલીક સ્થિતિને જોતા તે હંગામી ધોરણે જ લાગુ કરાયો હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે કાશ્મીર સિવાય અન્ય કોઈ રાજ્યોમાં આવા કાયદા નથી. ફક્ત કાશ્મીરમા જ રાજ્ય બહારનો વ્યક્તિ કોઈ પ્રોપર્ટી ખરીદી શકતો નથી. જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરમાં કોઈપણ વ્યક્તિ પ્રોપર્ટી ખરીદી શકે તે માટે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાની વાત કરે છે તે યોગ્ય મુદ્દો છે તેમાં કોંગ્રેસ પણ તેમની સાથે છે.

આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પોતાની બેઠક પરથી ઉભા થઇ ને ઈમરાન ખેડાવાલા ને પૂછ્યું હતું કે, 370ની કલમ દુર કરવા કોંગ્રેસ સંમત છે ? જો સંમત હોય તો તાત્કાલિક ધોરણે જ વિધાનસભામાં તેની દરખાસ્ત લાવીએ. અમે આજના તમામ કામકાજ મુલતવી રાખીશું તમે લોકો આ મુદ્દે વિચાર કરીને આવો.

Last Updated : Jul 9, 2019, 10:12 AM IST

ABOUT THE AUTHOR

...view details