ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વાઇન ફ્લુનો કહેર યથવાત, પાંચમા દિવસે પાંચમા દર્દીનું મોત - fivedays

જામનગરઃ શહેરમાં દિવસેને દિવસે સ્વાઈન ફલૂ વકરેલી રહ્યો છે. જેના કારણે આજે વધુ એક દર્દીએ જીજી હોસ્પિટલના આઇસોલેસન વોર્ડમાં દમ તોડી દેતા સતત પાંચમા દિવસે પાંચમા દર્દીનું મૃત્યુ નિપજયુ હતું. સ્વાઈન ફ્લૂની સતત વિસ્તરતી જતી બીમારીને કારણે આરોગ્ય તંત્રની નિષ્ફળતા છતી થઈ છે. રોગચાળાની ગંભીર બની ગયેલી સ્થિતિ સામે તંત્ર માત્ર સર્વે જેવી કાર્યવાહી કરી બેસી રહ્યુ છે.

swine flu death

By

Published : Feb 18, 2019, 10:42 AM IST

જામનગરમાં છેલ્લા દોઢ માસથી સ્વાઈન ફ્લૂની બીમારીએ માજા મૂકી છે. સતત વકરી રહેલી બીમારી હવે મોતની પ્રયાય બનવા તરફ આગળ વધી રહી છે. દર્દીઓની સતત વધતી સંખ્યાને લઈને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં પથારીની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આ વૈશ્વિક બીમારી એ આજે વધુ એક દર્દીનો ભોગ લીધો છે. જેમાં લાલપુર ગામના નવાપરા વિસ્તારના રહેતા એક 53 વર્ષીય પ્રૌઢને સ્વાઇન ફ્લુના લક્ષણો સાથે જીજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં કરાયેલી તપાસમા આ દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવતા સ્વાઈન ફ્લૂની સારવાર શરૂ કરવામાં આવી હતી.

પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વેજ પ્રૌઢ દર્દીએ દમ તોડી દીધો હતો. બે દિવસની સારવાર બાદ આજે વધુ એક દર્દીનું મૃત્યુ નિપજતા સતત પાંચમા દિવસે પાંચમા દર્દીને સ્વાઈન ફલૂ ભરખી ગયો હોવાનું સામે આવ્યું હતું. સતત વધતી જતી મૃતકોની સંખ્યાને લઈને શહેર-જિલ્લામાં ભયનો માહોલ સર્જાયો છે. તો સામે પક્ષે આરોગ્ય તંત્ર રોગ ચાળાને લઈને માત્ર સર્વે સુધીજ સીમિત રહ્યું છે. આરોગ્ય તંત્ર અસરકારક કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યું છે એ વાસ્તવિકતા છે.

ABOUT THE AUTHOR

...view details