ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરોઃ ગુજરાતના 40 લાખ પરિવારને 72 હજારની મળશે સહાય - rajiv santav,

અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે 2019 લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મેનિફેસ્ટો રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, દેશની પ્રજાના અવાજને સંકલિત કરીને કોંગ્રેસ પક્ષે ચૂંટણી ઢંઢેરાના રૂપે સંકલ્પ વ્યક્ત કર્યો છે. ખોટા વાયદા અને વચનો કે સપના નથી બતાવ્યા હકીકતલક્ષી વાત કરી છે. ગરીબોને વર્ષે 72 હજાર રૂપિયા આપવાની વાત કરી છે અને આ યોજનાથી ગુજરાતના 40 લાખ પરિવારોને રૂ. 72 હજારની સહાય મળશે.

ચૂંટણી ઢંઢેરો રજૂ કરતો કોંગ્રેસ પક્ષ

By

Published : Apr 5, 2019, 3:17 PM IST

Updated : Apr 5, 2019, 3:41 PM IST

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે મેનિફેસ્ટો અંગે વાત કર્યા ઉમેર્યું હતું કે, ઉજ્જવળ ભારત દેશને બનાવનારો આ ચૂંટણી ઢંઢેરો છે. આ ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસના નેતાઓના મનની વાત નથી, લોકોના મનની વાત છે. 24 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોના લોકો સાથે વાત કરીને આ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરાયો છે. યુવાનોને રોજગારી આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો

રાજીવ સાતવે કહ્યું કે, ખેડૂતોને મોદી સરકારે વાયદા કરીને સપના બતાવ્યા હતા. કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે અલગ બજેટ લાવશે. ખેડૂતોના દેવા કોંગ્રેસ સરકાર માફ કરશે. ધોરણ 1થી 12 સુધી મફત અને ફરજીયાત શિક્ષણ આપવાનો સંકલ્પ કોંગ્રેસે વ્યક્ત કર્યો છે. શિક્ષણની જેમ આરોગ્ય અંગે પણ કોંગ્રેસ સરકાર કાયદો બનાવશે. દેશના તમામ લોકોને મફત આરોગ્ય સેવા પૂરી પાડશે. રાહુલ ગાંધી જે કહે છે તે કરીને બતાવે છે. આવનારી કોંગ્રેસ સરકાર દેશવાસીઓને મજબૂત બનાવશે.

રાજીવ સાતવે કહ્યું કે, જીએસટીના ટેક્સ સ્ટ્રક્ચરમાં કોંગ્રેસ સરકાર સુધારો કરશે. દેશના એક ખેડૂત ઉપર 1 લાખ 4 હજારનું સરેરાશ દેવું છે. અમે ન્યૂનતમ આવકનો સંકલ્પ કર્યો છે. અમે 15 લાખ આપવાના જુમાલની વાત નથી કરવા માંગતા. નોટબંધી અને જીએસટીના કારણે માધ્યમ વર્ગના વેપારીઓને ઝટકો લાગ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વલસાડના યુવાનો પાસે નોકરી નથી. કોંગ્રેસ સરકાર બનાવશે અને 1 વર્ષમાં 24 લાખ યુવાનોને સરકારી નોકરી આપશે. યુવાનોને વ્યવસાય માટે તુરંત લોન આપવામાં આવશે. વચન આપીને નિભાવવું એ જ અમારો એજન્ડા છે.

ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે ખેડૂતોને માત્રને માત્ર વચનો જ આપ્યા છે. કોંગ્રેસ લોન ન ભરી શકનાર ખેડૂતો પર ક્રિમિનલ કેસ નહીં કરે. ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કામ કરવાની અમને જરૂર લાગે છે. અમે આ બંને ક્ષેત્રે ગુજરાતમાં વધારે બજેટ ફાળવીને સુવિધાઓ વધારીશું. ભાજપનું હેલ્થ મોડલ ઇન્શ્યોરન્સ બેઝ છે, અમે ભાજપના બેઝથી હટીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરીશુ. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ઉદ્યોગપતિઓ લાભ ખટાવવા માટે છે. ગુજરાતના પરિપેક્ષમાં રોજગારી, હેલ્થ, શિક્ષા અને વેપારીઓની માંગણી સિમ્પલ જીએસટી માટેની યોજના પર કામ કરીશું. ભાજપનો જીએસટી ગબ્બરસિંગ ટેક્સ છે. અમારો જીએસટી અલગ અલગ નહીં હોય અને અત્યારના ટેક્સ કરતા અમારો જીએસટી ઓછો હશે.

વધુમાં કોંગ્રેસ સરકાર નીતિ આયોગ બંધ કરશે. નીતિ આયોગ એ માત્ર આંકડાની માયાજાળ છે, પરંતુ અમે પ્લાનિંગ કમિશન તરફ આગળ વધારીશું.

Last Updated : Apr 5, 2019, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details