અશ્વિન કોટવાલે કહ્યું કે, દેશના બંધારણના કાયદા પ્રમાણે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની અરજી કરાઇ હતી. 8મી તારીખે અરજી મને મોકલવામાં આવી હતી, પરંતુ બુધવારે સાત દિવસ થયા, છતાં રજીસ્ટર એડી મને મળી નથી. આ અરજી ટપાલ દ્વારા મારા ગામમાં મોકલવામાં આવી છે, પણ ગામડામાં નથી મળી. આ મહત્વની અરજીની નકલ મને મળી નથી. આજે મને અરજીની નકલ આપવામાં આવી છે. સચિવને પૂછ્યું હતું કે, આટલો સમય વિતવાનું કારણ શું?
અલ્પેશ મુદ્દે દંડક કોટવાલે કહ્યું- આ તો સમય પસાર કરવાની ચાલ છે
ગાંધીનગર: રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધા બાદ કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ દ્વારા વિધાનસભાના અધ્યક્ષને અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવા અરજી કરવામાં આવી હતી. જેમાં સત્ય જોવા મળતા વિધાનસભાના અધ્યક્ષ દ્વારા 15 દિવસમાં સુધારો કરી જવા રજીસ્ટર પોલીસ સ્ટેશનથી દંડકને અરજી કરી હતી. પરંતુ એક સપ્તાહ સુધી અરજી નહીં મળતા દંડક પોતે બુધવારે વિધાનસભાના સચિવને મળ્યા હતા.
સ્પોટ ફોટો
જ્યારે અપીલ અરજી દાખલ કરવામાં આવી ત્યારે પૂરતા અભ્યાસ સાથે અરજી કરી હતી. આ બધા પાછળ કોઈ ચાલ અને સમય પસાર કરવાનો ઈરાદો લાગે છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. ધારાસભ્યએ હોદ્દો નથી પદ છે. એક દાખલો આખા દેશમાં બેસે તેની જરૂર છે. અલ્પેશને ધારાસભ્ય પદેથી બરતરફ કરવા જોઈએ તેવી માંગ કરી હતી.