એસટી નિગમના યુનિયને બુધવારે મધરાતથી હડતાલ ઉપર ઉતરવાની જાહેરાત કરી હતી. તે દરમિયાનમાં બુધવારે અમદાવાદ ખાતે મળેલી ત્રણ યુનિયનની સંકલન સમિતીની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી. હડતાલના કારણે તમામ એસટી બસના પૈડા થંભી ગયા હતા. એસ.ટી.નિગમના કર્મચારી યુનિયને સાતમું પગાર પંચ, ફિક્સ વેતન દૂર કરવુ, આશ્રિતોને નોકરી, બઢતી અને બદલીની નિતીમાં ફેરફાર કરવા જેવા વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે ગુજરાત એસટી નિગમ તથા સરકાર સામે બાંયો ચઢાવી હતી.
ભાવનગરના ST ડેપોના કર્મચારીઓ હડતાલ પર
ભાવનગરઃ રાજ્યના 16 ડિવિઝન સહિત ભાવનગર એસ.ટી.ડિવીઝનના કર્મચારીઓએ અગાઉ કરેલી જાહેરાત અનુસાર બુધવારની મધરાતથી હડતાલ પર ઉતરતા ગુજરાત ST બસના પૈડા થંભી ગયા છે. ફરી એકવાર ગુજરાત રાજય માર્ગ પરીવહન નિગમના કર્મચારીઓ અને રાજ્ય સરકાર વચ્ચે વિવિધ પડતર માંગણીઓને લઈને વિવાદ ઉભો થયો છે.
જૂઓ વિડિયો
જાહેરાત અનુસાર ભાવનગર સહિત રાજ્યના તમામ 16 એસટી ડિવીઝનના કર્મચારીઓ આજ મધરાતથી હડતાલ ઉપર ઉતર્યા છે. તેમની માંગણી નહી સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી. આજે રાત્રીના 12 વાગ્યે જ ભાવનગર એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે કર્મચારીઓએ બસ સેવા થંભાવી દિધી હતી અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.