બેંકમાં લૂંટને લઈને રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાએ કહ્યું કે, ત્રણ લૂંટારૂઓ બપોરે 1:18 મિનિટે બેંકમાં પ્રવેશ કર્યો હતો. આ લોકોના હાથમાં એકના હાથમાં દેશી તમંચો હતો અને બીજાના હાથમાં દાતરડું હતું. એક ની પાસે કાળા કલરનો થેલો હતો બેંકમાં ગાર્ડ રાખવામાં આવ્યો નહતો. જેની માહિતી તેમની પાસે હોવાની શક્યતા જોવા મળી રહી છે. તેને લઈને જ લૂંટારુઓ દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. આ બનાવને લઇને મહેસાણા અને કડી પોલીસને સાબદી કરી દેવામાં આવી છે.
છત્રાલની એક્સિસ બેંકમાં 50 લાખની લૂંટ, ઘટના CCTVમાં કેદ - crime
ગાંધીનગરઃ જિલ્લામાં એક તરફ સીરીયલ કિલર પોલીસને ચેલેન્જ આપી રહ્યો છે. પોલીસ દ્વારા પકડવા માટે મરણિયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં હાથમાં આવતો નથી. તેવા સમયે કલોલ તાલુકાના છત્રાલમાં આવેલી એક્સિસ બેંકમાં ધોળા દિવસે 43.88 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટના બનાવથી ગાંધીનગર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી.
bank
બેંકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લાની પોલીસને માથું ખંજવાળતી કરી દેવામાં આવી છે, પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે, ત્યારે વધુ એક ચેલેન્જ પોલીસ સામે આવીને ઊભી થઈ છે. જોવાનું એ રહે છે કે જે પોલીસ સીરીયલ કિલરને પકડી શકી નથી તે લૂંટારૂઓને કેવી રીતે પકડશે.