અક્ષયે ટ્ટીટ કરી લખ્યુ કે, કિરણ રિજિજુ સર તમારો ખૂબ-ખૂબ આભાર અને હું તમે આપેલા સહકાર બદલ મોડી પ્રતિક્રિયા આપવા માટે તમારી ક્ષમા માંગુ છું. હું તમારા લાગણીભર્યા શબ્દો માટે આભાર વ્યક્ત કરુ છું. કૃપા કરીને ભારતના વીર પ્રત્યે મારી પ્રતિબદ્ધતાને લઈને નિશ્વિત રહો.
અક્ષય કુમારે રિજિજુએ આપેલા સમર્થન બદલ ટ્ટીટ કરી આભાર માન્યો - National News
મુંબઈઃ બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારે પોતાની નાગરિકતા સાથે જોડાયેલા વિવાદોની વચ્ચે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજિજુએ આપેલા સમર્થન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો છે. વધુમાં સરકાર નેતૃત્વવાળુ ફંડ મેળવનાર પ્રથમ 'ભારતના વીર' માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
ડીઝાઈન ફોટો
રિજિજુએ 3 મેના રોજ ટ્ટીટ કર્યુ કે, ડિયર અક્ષય કુમારજી, કોઈપણ તમારી દેશભક્તિ પર પ્રશ્નો ઉઠાવી શકે નહી. અમારા સશસ્ત્ર બળોના કર્મિયો માટે આપની પ્રેરણા અને જેવી રીતે તમે ભારતના વીર કાર્યક્રમથી આપણા શહીદો માટે નાણા એકઠા કરી રહ્યા છો, તે દરેક દેશભક્ત માટે ઉદાહરણ બની રહ્યુ છે.