આ બેઠકમાં કલેક્ટર રવિશંકરે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના ગામમાં કે જ્યાં ખાસ કિસ્સામાં પીવાના પાણીના ટેન્કરની જરૂરીયાત છે ત્યાં ટેન્કર પુરા પાડવા જણાવ્યું હતુ. પાણી ચોરી થવાના કિસ્સાઓમાં કડક હાથે પગલાં લેવા તેમજ પાણી ચોરી અટકાવવાના સઘન પ્રયત્નો કરવા માટે સંલગ્ન વિભાગના અધિકારીઓને સુચિત કરવામા આવ્યા હતા.
જામનગરમાં પાણી મુદ્દે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક - management
જામનગરઃ જિલ્લાની પાણી સમિતિની અને પાણીની અછત અંગેની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં કલેક્ટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમા જામનગર શહેર અને નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની તથા ઘાસચારાની પરિસ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવી હતી.
જામનગર જિલ્લાની ગ્રામ્યની કુલ જરૂરિયાત 56 એમ.એલ.ડી.ની છે. જેમાથી હાલ નર્મદામાંથી 47 એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી 6.16 એમ.એલ.ડી. અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક બોર / કુવામાંથી 9.00 એમ.એલ.ડી. આમ કુલ 62.16 એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવે છે.
જિલ્લાની શહેરની કુલ જરૂરીયાત 118 એમ.એલ.ડી.ની છે. જેમાંથી હાલ નર્મદામાંથી 48 એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી 72 એમ.એલ.ડી. આમ કુલ 120 એમ.એલ.ડી પાણી પુરૂ પાડવામાં આવે છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્વ સરવૈયા, પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.