ગુજરાત

gujarat

ETV Bharat / state

23 વર્ષની જીનાલી મહેતાએ સંસારત્યાગી દીક્ષા લીધી - worldly life

જામનગર: આજનો આધુનિક યુગ અને તેમાં મોબાઇલ ઇન્ટરનેટ અને વાઇફાઇ તેમજ મોંઘી ગાડીઓમાં ફરવાનો શોખ યુવાઓ રાખતા હોય છે. ખાસ કરીને યુવતીઓ આધુનિક યુગમાં આગળ વધતી જોવા મળી રહી છે ત્યારે આ બધી મોહમાયા છોડી જામનગરની જીનાલી મહેતાએ સાંસારિક જીવન ત્યાગી સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે.

જૂઓ વિડિયો

By

Published : Feb 23, 2019, 2:13 PM IST

આ અંગે વિસ્તૃત માહિતી અનુસાર જામનગરની જીનાલી મહેતાએ M.Com સુધી અભ્યાસ કર્યો છે. ભણવામાં પણ હંમેશા અવ્વલ આવતી જીનાલીએ પોતાના માતા-પિતાને મનની વાત કરી હતી અને સંસાર ત્યાગી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. જીનાલી તેના માતા-પિતાની એક જ દીકરી છે.

આમ તો જીનાલી ફાંફાળું ઈંગ્લીશ પણ બોલી શકે છે અને વિદેશી લેખકોની બુક પણ વાંચે છે. સાથે તેણે ભરત નાટ્યમ પણ કરેલું છે. આધુનીક યુગના વિવિધ ટ્રેંડમાં રસ દાખવનારી જીનાલીએ સંસારનો ત્યાગ કરતા સમગ્ર જૈન સમાજમા ઉત્સવ જેવો માહોલ વ્યાપી જવા પામ્યો છે.

શહેરની મહિલાઓએ જામનગરના રાજમાર્ગ પર 25 જેટલી રંગોળી બનાવી છે અને જામનગરના જૈન દેરાસરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સાથે સાથે શોભાયાત્રામાં ઢોલ નગારા થતા બેન્ડ પાર્ટીની ધમાલ પણ જોવા મળી હતી.

દિક્ષા વિડિયો

આજના આધુનિક જમાનામાં યુવાઓ હાઇફાઈ જીવન જીવતા હોઈ છે ત્યારે માત્ર 23 વર્ષીય જીનાલીએ સંસારનો ત્યાગ કરતા અન્ય યુવાઓ માટે એક સંદેશ આપ્યો છે. મહત્વનું છે કે, જીનાલી સાંજે 5 વાગે પાંચ હજાર લોકોની હાજરીમાં દીક્ષા લેશે.

ABOUT THE AUTHOR

...view details