- ગામ લોકો દ્વારા વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવ્યો
- 18થી 20 હજારની વસ્તી ધરાવતું ગામ
- કેલાશધામ અને ગામલોકોએ કર્યું યજ્ઞનું આયોજન
બોટાદ: કોરોનાનું સંક્રમણ શહેરો બાદ હવે ગ્રામ્ય પંથકમાં પણ દિન- પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે ઢસા ગામમાં આવેલાં કૈલાસધામ ટ્રસ્ટ અને સમસ્ત ગામ દ્વારા સ્મશાનમાં આજે મંગળવારે વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞના માધ્યમથી કોરોનાની મહામારી દૂર થાય તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે.
ઢસા ગામે લોકો દ્વારા વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવ્યો આ પણ વાંચો :ગીર સોમનાથમાં કોરોનાના કેસ વધ્યા તેમ છતાં કોરોના ટેસ્ટિંગની કામગીરી ઠપ્પ
ઢસા ગામમાં પણ કોરોનાથી લોકોના મોત થઈ રહ્યા છે
કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે સતત લોકોના મોત પણ થઈ રહ્યા છે, ત્યારે વાત કરીશું બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામની. ઢસા ગામની વસ્તીની જો વાત કરવામાં આવે તો અંદાજીત 18થી 20 હજારની વસ્તી ધરાવતા ઢસા ગામમાં પણ કોરોનાથી લોકોના મોત થઈ રહ્યા છે.
આ પણ વાંચો :વડનગરના હાટકેશ્વર મંદિરે હાટકેશ્વર જ્યંતીની કોરોના ગાઈડ લાઇન મુજબ ઉજવણી કરાઈ
કોરોના મહામારીને અટકાવવા માટે આ વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરાયું
ઢસા ખાતે આવેલાં સ્મશાનમાં રોજના ત્રણથી ચાર લોકોને અગ્નિદાહ આપવામાં આવેલાં છે. જેના કારણે ઢસામાં આવેલાં કૈલાશધામ ટ્રસ્ટ તેમજ સમસ્ત ઢસાગામ દ્વારા આજે મંગળવારે સ્મશાનમાં વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવ્યો છે. જે યજ્ઞથી અત્યાર સુધીમાં જે લોકો મૃત્યુ પામ્યાં છે, તેના મોક્ષ માટે અને સાથોસાથ કોરોના મહામારીને અટકાવવા માટે આ વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.