કહેવાય છે કે, ખુદ મહાદેવે બોટાદના વતની પ્રેમશંકર દવેના સપનામાં આવી કહેલું કે, આ વિસ્તારમાં ખોદકામ કરશો તો એક શિવલીંગ મળશે. જેથી પ્રેમશંકર દવેએ કપિલધાર વિસ્તારમાં ખોદકામ કરાવતા અહીં 16 ફૂટની લંબાઈ તથા આઠ ફુટની પહોળાઈવાળું મોટું શિવલિંગ મળી આવ્યું હતું. જેથી સ્વયંભુ પ્રગટ થતા આ જગ્યાનું નામ સ્વયંભુ વિરાટેશ્વર મહાદેવ નામ રાખવામાં આવ્યું છે.
બોટાદના સ્વયંભુ વિરાટેશ્વર મહાદેવનો અનેરો મહિમા... - Virateswar mahadev
બોટાદ: સાળંગપુર રોડ ઉપર કપલીધારે સ્વયંભુ વિરાટેશ્વર મહાદેવનુ મંદિર આવેલું છે. આ મંદિર આશરે 65 વર્ષ જૂનું છે. શરૂઆતમાં અહીં માત્ર પૂજા-પ્રાર્થના કરવામાં આવતી હતી, પરંતુ આ જગ્યાએથી મોટુ શિવલીંગ મળતા અને સ્વયંભુ શિવ પ્રગટ થતા સ્વયંભુ વિરાટેશ્વર મહાદેવ નામ રાખવામાં આવ્યું હતું.
BOTAD
અહીં હિન્દુ ધર્મના તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં પ્રેમશંકર દવેનું અવસાન થતા ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. આ મંદિરનો વહીવટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ મંદિરમાં લોકો પૂજા-આરતી કરે છે. અહીં લોકો દર્શનાર્થે પણ આવે છે.
Last Updated : Aug 23, 2019, 7:57 AM IST