ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ - Saurabhbhai Patel

બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ કાર્યકરોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોસિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા અને આ કાર્યક્રમમાં સૌરભભાઈ પટેલ, ભરત બોધરા સહિત જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા.

ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

By

Published : Feb 2, 2021, 8:48 PM IST

  • સ્નેહ મિલનમાં જોવા મળ્યા સોસિયલ ડિસ્ટન્સના ધજાગરા
  • મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો રહ્યા હતા હાજરી
  • સૌરભ પટેલે સોસિયલ ડિસ્ટન્સનો ભંગ ન હોવાનું આપ્યું નિવેદન

બોટાદઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ કાર્યકરોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોસિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા અને આ કાર્યક્રમમાં સૌરભભાઈ પટેલ, ભરત બોધરા સહિત જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સ્નેહમિલન કાર્યક્રમમાં સોસિયલ ડિસ્ટન્સના ધજાગરા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારની જીત થાય તે માટે કામે લાગી ગયા છે. જેને લઈ બોટાદ શહેરના તાજપર રોડ પર બોટાદ જિલ્લા ભાજપ કાર્યકર્તાનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉર્જાપ્રધાન સૌરભ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા સહિત જિલ્લા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. જ્યાં આ સ્નેહમિલનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી બોટાદ જિલ્લા ભાજપના હોદ્દેદારો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો અલગ અલગ મોરચાના હોદ્દેદારો પેજ પ્રમુખ તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા દાવેદારી નોંધાવનારા તમામ ઉમેદવારોની હાજરી જોવા મળી હતી.

ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

અન્ય આગેવાનો માસ્ક વગર જોવા મળ્યા

આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તે માટે કાર્યકરો અને આગેવાનો સાથે ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં કોવિડની ગાઈડ લાઇનના ધજાગરા ઉડ્યા હતા, ત્યારે મંચ પર બેઠેલા પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા તેમજ અન્ય આગેવાનો માસ્ક વગર જોવા મળ્યા હતા. કાર્યક્રમ બાદ નાસ્તાની મજા માણતા કાર્યકરો આગેવાનોએ પણ કર્યો સોસિયલ ડિસ્ટન્સનો ભંગ ત્યારે આ બાબતે ઉર્જાપ્રધાન સૌરભ પટેલને પૂછતાં સોસિયલ ડિસ્ટન્સનો ભંગ ન હોવાનું નિવેદન આપ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details