બોટાદઃ જિલ્લાના કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી બે દર્દીઓને સાજા થતા સાળંગપુર આઇસોલેશન વોર્ડમાંથી રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસની મહામારી વચ્ચે બોટાદ જિલ્લામાં કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે પૈકી બરવાળાના એક દર્દીની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યારે એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે. બાકીના દર્દીઓ પૈકી બે દર્દીઓ સારવાર દરમિયાન સાજા થતા તેને સાળંગપુરના આઇસોલેશન વોર્ડ માંથી રજા આપવામાં આવી છે.
બોટાદમાં કોરોનાથી પીડિત બે દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા - બોટાદ કોરોનાથી પીડિત બે દર્દીઓ સાજા થયા
બોટાદ જિલ્લામાં કોરોના વાઈરસના દર્દીઓ પૈકી સાળંગપુરમાં આઇસોલેશન વોર્ડમાંથી બે દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.
બોટાદ કોરોનાથી પીડિત બે દર્દીઓ સાજા થતા તેમને રજા અપાઈ
બોટાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 2 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવીઆ બે સાજા થયેલા દર્દીઓ પૈકી વર્ષીય મહંમદભાઇ માંકડ અને 17 વર્ષીય મુનીરભાઈ માંકડ સામેલ છે. જેમને ડિસ્ચાર્જ થવાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને ફરજ પરના આરોગ્ય અધિકારીઓએ તાળીઓ પાડી ચિયર્સ કરી ખુશી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લાના કોરોના પોઝિટિવ કેસો પૈકી પ્રથમ વખત બે દર્દીઓ સાજા થયા છે અને તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.