- પેટ્રોલ-ડીઝલના ભાવ ( price of petrol and diesel ) વધતા ટ્રાન્સપોર્ટ માલિકોની હાલત કફોડી
- 30 વાહનો હતા તેમની પાસે આજે 10થી 15 વાહનો રહ્યા
- ટ્રાન્સપોર્ટ માલિકોના 50 ટકા વાહનો હાલ બંધ હાલતમાં
બોટાદ:પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને લઈને ગઢડાના ઢસા ગામમાં આવેલા ટ્રાન્સપોર્ટના ધંધા પર અસર જોવા મળી છે. ભાવ વધારાના પગલે ટ્રાન્સપોર્ટ માલિકોના 50 ટકા વાહનો હાલ બંધ હાલતમાં છે. જેથી પાર્સલમાં ભાવ વધારો ગ્રાહક પાસેથી મળતો નથી. જેના કારણે આવક કરતા ખર્ચ વધુ થતા હાલ ટ્રાન્સપોર્ટ માલિક ચિંતામાં મુકાયા છે.
ટ્રાન્સપોર્ટના ધંધા પર જોવા મળી અસર
દિવસેને દિવસે વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના ( price of petrol and diesel ) લીધે આમ જનતા સહિત ધંધા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ભારે હાલાકીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે આવેલા ટ્રાન્સપોર્ટ માલિકોની હાલત કફોડી બની છે. પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને લઈને ટ્રાન્સપોર્ટના ( transportation )ધંધા પર અસર જોવા મળી છે.